- હાટકેશ્વરની નૂતન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની માન્યતા રદ
- ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ શાળાની માન્યતા રદ
- ગેરતપુરની શ્રધ્ધા અંગ્રેજી માધ્યમ શાળાની માન્યતા રદ
રાજ્યની શાળાઓમાં પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મોટું ડિસિઝન લેતા અમદાવાદની ચાર શાળાઓની માન્યતા રદ્દ કરી દીધી છે. આ તમામ શાળાઓમાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યુ છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદ ડિવિઝનની 4 શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવી છે. આ માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ શહેરમાં આવેલી હાટકેશ્વર વિસ્તારની નૂતન અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગની માન્યતા રદ્દ કરી છે, આ ઉપરાંત ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ અને શ્રધ્ધા અંગ્રેજી માધ્યમ શાળાની પણ માન્યતા રદ્દ કરવામાં આવી છે.
જેમાં બંન્ને શાળાઓની માન્યતા રદ્દ કરવાનું કારણ એ છે કે, શહેરના હાટકેશ્વરની મિતુલ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જર્જરીત અવસ્થામાં છે, ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ અને શ્રધ્ધા અંગ્રેજી માધ્યમ શાળામાં માળખાગત સુવિધાઓનો તદ્દન અભાવ છે, આ કારણે શાળાની માન્યતાને રદ્દ કરવામાં આવી છે. છે.


