- અમેરિકામાં આયોજિત કાર રેલીમાં હિંદુ સમુદાયના લોકો ઉમટી પડયા
- અયોધ્યામાં રામ મંદિરને લઈ અમેરિકામાં ઠેર-ઠેર પ્રચાર
- અમેરિકામાં લોકો પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આતુરતાથી વાટ જોઈ રહ્યા છે
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અમેરિકામાં ન્યૂજર્સીમાં એક કાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં 350થી વધુ કારના કાફલાએ ભાગ લીધો હતો. આ દરમિયાન હિંદુ સમુદાયના લોકોએ પોતાની કારમાં ભગવાન રામના ફોટા વાળા ઝંડા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં વિહિપે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલા એક મ્યૂઝિકલ લાઈટ શોનું પણ આયોજન કર્યું હતું.
અમેરિકા પ્રભાગના વિશ્વ હિંદુ પરિષદે 10 રાજ્યોમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બિલબોર્ડસ પણ લગાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી 40 બિલબોર્ડસ લગાવી ચૂક્યા છે. હજી આગળ પણ બિલબોર્ડસ લગાવાશે.
હિંદુ પરિષદ ઑફ અમેરિકાના મહાસચિવે જણાવ્યું કે આ બિલબોર્ડ દ્વારા સુંદર સંદેશ અપાયો છે કે, ”હિંદુઓના જીવનમાં એકવાર થનારા આ ભવ્ય આયોજનમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. પ્રતિષ્ઠા સમારોહના શુભ દિવસની ખૂબ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે.”
મોરેશિયસ સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઐતિહાસિક સમારોહ દરમિયાન પૂજા-અર્ચનામાં સામેલ થવા હિંદુ ધર્મના લોકસેવકોને બે કલાક વિશેષ રજૂ આપવાનો નિર્ણય કર્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઘણા લોકો સામેલ થશે. આ માટે અયોધ્યામાં મોટા સ્તરે તૈયારીઓ ચાલી રહી છે. 16 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા સાથે સંકળાયેલા કાર્યક્રમો શરૂ થઈ જશે.


