- આણંદમાં 13, પેટલાદમાં 13, આંકલાવ ઝોનમાં 14 કેન્દ્રો ફાળવાયા
- ધો.12 સા.પ્ર.માં 20 કેન્દ્રો ઉપર 14,879
- ધો.12 વિ.પ્ર.માં 5 કેન્દ્રો ઉપર 5149 પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાશે
આણંદ જિલ્લામા જીએસઇબી બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચથી યોજાનારી ધો.10-12 બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10માં જિલ્લામાં 24680 નિયમિત વિદ્યાર્થીઓ, 219 ખાનગી નિયમિત, 6006 રીપીટર, 70 ખાનગી રીપીટર, 215 આઇસોલેટેડ, 96 દિવ્યાંગ વિદ્યાર્થી,50 દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ સાથે કુલ 18418 છાત્રો, 12772 છાત્રાઓ સાથે 31190 વિદ્યાર્થીઓ 40 કેન્દ્રો ઉપર પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 20 કેન્દ્રો ઉપર 14879 તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 5 કેન્દ્રો ઉપર 5149 પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં યોજાનારી પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સ પ્રવાહ માટે આણંદ ઝોન નિર્ધારીત કરવામા આવ્યો છે. જેમાં આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, વલ્લભવિદ્યાનગર મળી 5 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામા આવનાર હોઇ જેમા એ ગ્રૂપના રેગ્યુલર વિદ્યાર્થીઓ 1369, બી ગ્રૂપના2726, એ-બી ગ્રૂપના 1 મળી 4096 પરીક્ષાર્થીઓ જયારે રીપીટર પરીક્ષાર્થીઓમા એ ગ્રૂપના 292, બી ગ્રૂપના 760 મળી 1052 વિદ્યાર્થીઓ સાથે કુલ 5149 પરીક્ષાર્થીઓનું ધો.12 સાયન્સ સ્ટ્રીમમાં રજીસ્ટ્રેશન થયુ છે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે જિલ્લામાં 11628 રેગ્યુલર વિદ્યાર્થીઓ, 1806 રીપીટર, 168 આઇસોલેટેડ, 911 ખાનગી નિયમિત, 366 ખાનગી રીપીટર મળી 14879 વિદ્યાર્થીઓ ધો.12 જનરલ સ્ટ્રીમની 20 કેન્દ્રોના 41 બિલ્ડીંગોના 489 બ્લોકમાં પરીક્ષા આપશે. ધો.10 માટે જિલ્લામા આણંદ, પેટલાદ અને આંકલાવ મળી3 ઝોન નિર્ધારીત કરવામા આવ્યા છે. જેમાં આણંદ ઝોનમા 13, પેટલાદ ઝોેનમાં 13 તેમજ આંકલાવ ઝોનમાં 14 કેન્દ્રો-પેટાકેન્દ્રો ફાળવાયા હોઇકુલ મળીને 40 કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામા આવશે. જોકે બોર્ડના વિદ્યાર્થીઓ શૉંત ચિત્તે, નિર્ભયપણે અને મુક્તપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુર્વતૈયારીઓનો દોર શરૂ થયો છે.
ધો.10ની ઝોનના 40 કેન્દ્રોમાં પરીક્ષા
જિલ્લામા ધોરણ 10ની પરીક્ષા માટે આણંદ ઝોનમાં આણંદ, સારસા, ઉમરેઠ, વલ્લભવિદ્યાનગર, કરમસદ, ઓડ, નાવલી, બોરીયાવી, સામરખા, થામણા. નાપાડ, શીલી, સુરેલી કેન્દ્રો જયારે પેટલાદ ઝોનમાં પેટલાદ, ખંભાત,નાર, ચાંગા, તારાપુર, ઉંદેલ, સોજીત્રા, જીણજ, મહેળાવ, બામણવા, સુણાવ, ધુવારણ, ઇન્દ્રણજ જયારે આંકલાવ ઝોનમાં આંકલાવ, બોરસદ, ભાદરણ, મોગર, વાસદ, આસોદર, દહેવાણ, અલારસા, બિલપાડ-ગંભીરા, રાસ, બોચાસણ, અડાસ, કોસીન્દ્રા અને ભેટાસી કેન્દ્રો નિર્ધારીત કરાયા છે.
ધો.12 સામાન્ય પ્રવાહ માટે 20 કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા
ધો.12 સામાન્ય પ્રવાહ માટે આણંદ ઝોન નિર્ધારીત કરી તેમા સમાવિષ્ટ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, વલ્લભ વિદ્યાનગર, સામરખા, વાસદ, બોરિયાવી, આંકલાવ, અલારસા, કરમસદ, ઉમરેઠ, ભાદરણ, દહેવાણ, બીલપાડ-ગંભીરા, નાર, સોજીત્રા, તારાપુર, સારસા, ઓડ-શીલી મળી 40 કેન્દ્રો, પેટા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવાશે.


