રાત્રીના સમયે રહેવાસીઓએ રસ્તા પર આવી રામધૂન બોલાવી : બગીચામાં રાત વીતાવી પડી
પીસીઆર વાન પણ અટકાવાયું : ૪૭ વર્ષ જૂના મકાનો જર્જરીત હાલતમાં હોવાથી તંત્રને પણ ફરજ પડી
શહેરના નિલકંઠ ટોકીઝ વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક આવેલા હાઉસિંગ બોર્ડના ૪૮ ફલેટ ધારકોને નોટીસ અપાયા બાદ જર્જરીત મકાનો ખાલી નહી કરાતા તંત્રએ ગઇકાલે આ તમામ ૪૮ મકાનોના વીજ અને નળ કનેકશન કાપી નાંખતા ધમાલ મચી ગઇ હતી. રાત્રીના સમયે તમામ કવાર્ટર ધારકો રસ્તા પર આવી ગયા હતા અને મહિલાઓએ રામધૂન બોલાવી હતી. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ એવી માંગણી કરી હતી કે અચાનક કોઇ જાણકારી વગર વીજ અને નળ કનેકશન કાપી સરકારે ગરીબોને અન્યાય કર્યો છે. જયારે તંત્રએ આ કવાર્ટર ધારકોને નોટીસ આપ્યા છતાં રીડેવલપમેન્ટ કે મકાન સુધારણાની કામગીરી થઇ ન હતી. આથી ફરજીયાત પગલા લેવા પડયા હતાં.
આનંદનગર કવાર્ટર ૧૯૭૭માં બનાવવામાં આવ્યા હતા. જેને ચાર દાયકા જેટલો સમય વીતી ગયો છે અને તે ઉપરાંત યોગ્ય જાળવણી પણ કરવામાં ન આવતાં હાલ અતિ જર્જરીત બની ગયા છે. વર્ષોથી આ કવાર્ટરને નોટીસ પાઠવવામાં આવે છે પણ કોઇ ગંભીરતા ન લેવાઇ અને પરિણામે મનપાએ કાયદાનુસાર કાર્યવાહી કરીને આખરી નોટીસ આપી કનેકશન કાપી નાખ્યા છે. આ કાર્યવાહી થતાં વજ અત્યાર સુધી ભૂગર્ભમાં રહેલા વિસ્તારના નગરસેવકો લોકો સાથે હોવાના દેખાવ કરવા માટે લોકો સાથે જ મનપા કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠા હતા જો કે કાર્યવાહીને બ્રેક લાગી નથી. આનંદનગરમાં નોટીસ બાદ હવે જો લોકો આવાસમાં રહેશે તો પોલીસ બંદોબસ્ત સાથે અવાસા ખાલી કરાવાશે. આ વી જ કાર્યવાહી દૂધ સાગર રોડ પર કરવામાં આવી હતી જયાં નળ કનેકશન કાપી નાખ્યા બાદ સીલ કરવાની ચીમકી અપાઇ હતી જેને કારણે ૮૦ ટકા જેટલા લોકોએ આવાસ ખાલી કરી દીધા છે. દુધસાગર રોડ અને આનંદનગર બાદ હવે ક્રમશ: અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરાશે.
વૈકલ્પિક ભાડાના મકાનો આપવા તંત્ર તૈયાર
જયાં સુધી નવા આવાસો ન બને ત્યાં સુધી તેમને મનપાના ખાલી આવાસોમાં સ્થાન આપવું જોઇએ. મુખ્યમંત્રી તરફથી હકારાત્મક પ્રતિભાવ આવતા મનપા અને હાઉસિંગ બોર્ડ વચ્ચે મંત્રણા શરૂ થઇ છે જેમાં આવાસો ખાલી કરાયા બાદ ટેન્ડર થયે જ પણ એજન્સી આવશે તેની સાથે ભાડુ નક્કી કરીને મનપા પોતાના આવાસ હાઉસિંગ બોર્ડને આપશે. હાઉસિંગ બોર્ડ તે આવાસો લાભાર્થીઓને આપશે અને નવા આવાસો બને એટલે ખાલી કરાવીને ફરી મનપાને સોંપી દેશે.
કોર્પોરેટરોએ અણીના ટાંકણે મદદ ન કરી
આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના અતિ જર્જરીત બે બ્લોકના ૪૮ ફલેટના વીજળી અને નળ કનેકશન કાપી નખાયા બાદ રોષે ભરાયેલી મહિલાઓએ મોડી રાત્રે રસ્તા પર બેસીને ચક્કાજામ કરી દીધો હતો અને એક પીસીઆર વેનની હવા પણ કાઢી નાખી હતી. ઘટના સ્થળે પહોંચેલા કોર્પોરેટરોને અસરગ્રસ્તોને અમે તમને ઓળખતા નથી જણાવી દીધુ હતું. લત્તાવાસીઓની ફરીયાદ એવી છે કે સમગ્ર મામલો ગરીબ અને મધ્યમ વર્ગનો હતો. આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો મત લેવા સમયે હાથ જોડીને આવે છે પરંતુ અણીના ટાંકણે કોઇ કોર્પોરેટરો મદદે આવ્યા નથી અને લોકો રસ્તા પર આવી ગયા હતાં.


