- ડિસેન્ટ હોટેલમાં સેન્ડવીચમાં નીકળ્યા મકોડા
- સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકમાં રોષ
- ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરાઇ
રાજ્યમાં લોકોના આરોગ્યા સાથે ચેડા થવાની વધુ એક ઘટના સામે આવી છે. આ વચ્ચે અંકલેશ્વરની જાણીતી એવી ડિસન્ટ હોટલમાં સેન્ડવીચમાંથી મંકોડા નીકળતા ફરી એકવાર બહાર જમવાના શોખીનો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે.
આ અંગેની માહિતી અનુસાર, અંકલેશ્વરમાં આવેલી ડિસેન્ટ હોટેલમાં એક ગ્રાહક દ્વારા સેન્ડવીચ ઓર્ડર કરવામાં આવી હતી. જ્યારે ગ્રાહક પાસે સેન્ડવીચ આવી ત્યારે તેમાં મંકોડા જોવા મળ્યા હતા. જે પછી ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો હતો અને મેનેજરને રજુઆત કરી હતી. એટલું જ નહીં આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ રજુઆત કરવામાં આવી છે.
નોંધનીય છેકે અગાઉ પણ ભરૂચ અને અંકલેશ્વર માં લોકો માં આરોગ્ય સાથે ચેડા કરતી રેસ્ટોરન્ટ ની ઘટનાઓ સામે આવી ચુકી છે. વધુ એક ઘટના સામે આવતા જિલ્લા આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.


