- બપોરે 2 વાગે મંદિર ખુલ્યું તો ભક્તો બેકાબૂ થઈ ગયાં
- ભારે ભીડ હોવાથી કોઈ અન્ય દિવસે આવવાની અપીલ
- ભારે ભીડને કાબૂમાં લેવાના ભરપૂસ પ્રયાસ કર્યા હતાં
રામમંદિર પર મંગળવાર સવારથી જ ભક્તોની ભારે ભીડ થઈ ગઈ હતી. રામ મંદિર ખુલતાં જ લોકો અંદર જવા માટે પડાપડી કરતાં હતાં. ભક્તોને તેમની આતુરનો અંત અહીં રામમંદિરના દ્વાર પર દેખાયો હતો. સવારે 11-30 વાગ્યે મંદિર બંધ થયું તો ભીડ વધી ગઈ. બપોરે 2 વાગે મંદિર ખુલ્યું તો રામપથ પર ભક્તો બેકાબૂ થઈ ગયા. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવા માટે મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. પોલીસ પ્રશાસનના અધિકારીઓએ આ ભારે ભીડને કાબૂમાં લેવાના ભરપૂસ પ્રયાસ કર્યા, તેમ છતા જ્યારે શ્રદ્ધાળુઓ બેકાબૂ થયા તો હળવો લાઠીચાર્જ કરી તેમને અટકાવવામાં આવ્યા. પરિસ્થિતિ વણસતા કમિશનર, આઈજી અને એડીજી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને હાથમાં લાઉડસ્પીકર લઈને ભક્તોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.
અયોધ્યામાં ભારે ભીડ અન્ય દિવસે આવવાની અપીલ કરી
થોડીવારમાં ડીજી પ્રશાંત કુમાર અને પ્રમુખ સચિવ ગૃહ સંજયપ્રસાદ પણ રામમંદિર પહોંચ્યા હતા અને તેમણે જાતે જ ભીડને સંભાળવા માટે મોરચો સંભાળ્યો. ભારે ભીડને જોતાં બીજા જિલ્લામાંથી અયોધ્યા આવતાં રસ્તા પરની પણ ગાડીઓને રોકવામાં આવી રહી છે. તેમણે અયોધ્યામાં ભારે ભીડ હોવાની જાણકારી આપીને કોઈ અન્ય દિવસે આવવાની અપીલ કરી.
એસએસબી અને આરએએફના જવાન પણ અસહાય
શ્રદ્ધાળુઓને નિયંત્રિત કરવામાં એસએસબી અને આરએએફના જવાન પણ અસહાય જોવા મળ્યા. જન્મભૂમિ પથ પર પાંચસો મીટરના અંતરે ત્રણ ખંડમાં રિટ્રેક્ટબિલ ગેટ લગાવીને શ્રદ્ધાળુઓને રોકવાનો પ્રયાસ કરાયો. પરંતુ ભીડ એટલી હતી કે, આ ગેટ જ તૂટી ગયો. જેના કારણે શ્રદ્ધાળુઓ જ નહીં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. બેરીકેડિંગને પાર કરીને શ્રદ્ધાળુઓ અંદર ઘુસ્યાં તો 11-30 વાગ્યે આરતી માટે થોડો સમય મંદિરમાં દર્શન બંધ કરી દેવાયા પરંતુ ભીડ વધતી ગઈ જેના કારણે ફરી દર્શન શરુ કરાવવામાં આવ્યા. ભીડમાં ફસાયેલા કેટલાંક વૃદ્ધ મહિલાઓને કોઈ રીતે પોલીસે બહાર કાઢ્યા.

મંડલા યુક્ત, એડીજી અને આઈજી પહોંચ્યા
લાઠીચાર્જ અને તેના કારણે ભાગદોડ બાદ મંડલાયુક્ત અને આઈજી વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા. જન્મભૂમિ પથ પર ભારે ભીડ જોતા શ્રદ્ધાળુઓને લાઉડસ્પીકરથી ધૈર્ય રાખવા માટે એડીજી ઝોન પીયૂષ મોડિયા અપીલ કરતાં જોવા મળ્યા. મંડલાયુક્ત ગૌરવ દયાલ અને આઈજી પ્રવીણ કુમાર મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચ્યા. અધિકારીઓએ વ્યવસ્થાની સમીક્ષા કરી. ગેટ પર હાજ જવાબદાર લોકોને જરુરી નિર્દેશ આપ્યા. જે બાદ રામ ભક્તોની ભારે ભીડ તેમજ વધતી જતી ભીડને જોતા મુખ્ય પ્રવેશ દ્વારથી લાઈન લગાવીને એક-એક ભક્તને પ્રવેશ કરાવવાનું શરુ કર્યું. જો કે થોડીવારમાં જ આ વ્યવસ્થા પણ તૂટી અને ભક્તો બેકાબૂ થઈને એક સાથે અંદર ઘુસવા લાગ્યા.


