- અજાણી વ્યક્તિએ મોકલ્યો છે ઈમેલથી મેસેજ
- 30 શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની અપાઈ છે ઝમતી
- પોલીસે શાળાઓની સિક્યોરીટી વધારી દીધી છે
બેંગલુરુમાં ઓછામાં ઓછી 15 શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ ધમકી આ શાળાને ઈમેલની મદદથી મોકલવામાં આવી છે. બસવેશ્વરનગરના નેપેલ અને વિદ્યાશિલ્પા સહિતની 7 શાળામાં અને યેલહંકા વિસ્તારમાં અન્ય ખાનગી શાળાને પણ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. પોલીસે આ સ્થિતિ પર તરત જ કાર્યવાહી શરૂ કરી છે અને સાથે ધમકી મેળવનાર શાળાઓમાંથી બાળકોને બહાર કાઢીને તપાસ શરૂ કરી છે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના ઘરની સામેની પ્લે સ્કૂલને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો છે.
પોલીસ તપાસમાં આવ્યો ધમધમાટ
હાલમાં પોલીસ તમામ શાળાઓની તપાસમાં લાગી છે પણ કંઈ મળ્યું નથી. એવું લાગી રહ્યું છે કે આ એક ખોટો મેસેજ છે. પણ પોલીસ તપાસ કરી રહી છે. ગયા વર્ષે પણ બેંગલુરુની અનેક શાળાને આ રીતે ઈમેલથી ધમકી મળી હતી પણ તે તમામ અફવા નીકળી. આ ધમકીને માટેની તપાસ કરાઈ રહી છે. જ્યારે શાળાના સ્ટાફે સવારે મેલ ચેક કરવા ઈમેલ એકાઉન્ટ ખોલ્યા તો તેમને આ ધમકી મળી. બેંગલુર પોલિસ કમિશ્નરે કહ્યું કે બોમ્બ નિરોધક ટીમ શાળાની તપાસ કરી રહી છે. જે શાળાને ધમકી મળી હતી તેમના પેરન્ટ્સને મેસેજ કરાયો છે કે તેઓ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાળકોને ઘરે પરત મોકલી રહ્યા છે.
અજાણી વ્યક્તિએ ઈમેલથી મોકલ્યો મેસેજ
બેંગલુરુમાં અજાણી વ્યક્તિ ઈમેલની મદદથી 15 શાળાને નિશાન બનાવવાની ખતરનાક ધમકી આપી રહ્યો છે. તેનાથી પેરન્ટ્સ અને બાળકોમાં ડર ફેલાયો છે. એક શાળાને તો ધમકી ભર્યો કોલ પણ આવ્યો છે. પેરન્ટ્સ બાળકોને શાળાથી લેવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે. મળતી માહિતિ અનુસાર અંદાજે 30 શાળાને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી છે અને શાળાઓની સિક્યોરિટીને વધારી દેવાઈ છે.
ધમકીભર્યા ફોન કોલે વધાર્યું ટેન્શન
બેંગલુરુની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલનો કિસ્સો ગંભીર ત્યારે બન્યો જ્યારે એક કોલરે ફોન કોલ કરીને પણ ફરીથી ધમકી આપી. આ ફોન કોલ આવ્યા બાદ પેરન્ટ્સ પોતાના બાળકોને શાળાએથી લઈ જવા દોડ્યા. પોલિસ સ્થિતિને કંટ્રોલ કરી રહી છે. આ પહેલા પણ બેંગલુરુની અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાના કોલ્સ આવી ચૂક્યા છે. છેલ્લે 19 જુલાઈ 2022એ પણ આવી જ ધમકી મળી હતી. આ પહેલા 8 એપ્રિલ 2022માં 6 શાળાને ધમકી મળી હતી.
ક્યારે આવ્યો ફોન
મળતી માહિતી અનુસાર સવારે 3.30 વાગે એરપોર્ટ પોલિસ કંટ્રોલ રૂમના 112 નંબર પર અજાણી વ્યક્તિએ કોલ કર્યો. તેણે એટલું કહ્યું કે બોમ્બ વિસ્ફોટ થશે અને કોલ કાપી નાંખ્યો હતો. પોલિસ અને સુરક્ષાકર્મીઓએ તરત જ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડને પણ બોલાવવામાં આવી હતી. એરપોર્ટના તમામ ટર્મિનલ અને પોઈન્ટસ પર ચેકિંગ કરાયું હતું પણ કોઈ વિસ્ફોટક સામગ્રી મળી ન હતી.


