- સાયરન વગાડતા લગ્ન પ્રસંગમાં પહોંચી ફાયર બ્રિગેડની ગાડી
- ફાયર વિભાગના કર્મીઓની મોટી બેદરકારી
- લગ્ન પ્રસંગમાં ફાયર ટેન્કરના પાણીથી વાસણ ધોવાતા કૂતુહલ
રાજ્યમાં ભરૂચ નગર પાલિકાની મોટી બેદરકારી સામે આવી રહી છે. જેમાં ભરૂચ ફાયર બ્રિગેડનું ટેન્કર લગ્ન પ્રસંગમાં દેખાતા ચર્ચાઓ શરૂ થઈ રહી છે. જેમાં ફાયર બ્રિગેડનું પાણીનું ટેન્કર લગ્ન પ્રસંગમાં પહોંચ્યું છે. એટલું જ નહીં ફાયર બ્રિગેડની ગાડી સાયરન વગાડીને લગ્નમાં પહોંચી હતી.
આ અંગેની માહિતી અનુસાર, આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતી ઈમરજન્સી સેવાની ગાડીનો ઉપયોગ પાણીના ટેન્કર તરીકે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગાડી લગ્ન પ્રસંગમાં સાયરન વગાડીને પહોંચતા લોકોમાં કૂતુહલ પણ જોવા મળ્યું હતું. લગ્નમાં જાણે કોઈ ઘટના ઘટી હોય તેના માટે નહીં પરંતુ લગ્ન પ્રસંગમાં ફાયર ટેન્કરના પાણીથી વાસણ ધોવાતા જોવા મળ્યું છે.
આ સાથે જ ભરૂચ નગરપાલિકાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. ભરૂચ નગરપાલિકાએ ટેન્કર પ્રોવાઇડ કરવા માટે ફાયર બ્રિગેડની ગાડીનો ઉપયોગ કરવામાં આવતાં વિવાદ વધી રહ્યો છે. જો કે હજી સુધી ટેન્કર કોનો કહેવા પર લગ્ન પ્રસંગમાં પહોંચ્યું તેની વિગત સામે આવી રહી છે. પરંતુ લગ્ન પ્રસંગમાં ટેન્કરના બદલે ફાયરની ગાડીની મદદથી વાસણ ધોવામાં આવતા જોવા મળ્યું છે.


