- ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી છે સરકારી અનાજની દુકાન
- ગાંધીનગર પુરવઠા વિભાગને બાતમી મળતા કરી કાર્યવાહી
- પોલીસે આરોપીને શોધવા હાથધરી કાર્યવાહી
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સરકારી અનાજની દુકાન ચલાવતા હિતકરણસિંહ ગોહીલ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.ગરીબોને મળતા સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે,હાલ દુકાનના માલિક ઝડપાયા નથી,તો પોલીસે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ગાંધીનગર પુરવઠા વિભાગ અચાનક રેડ કરવા પહોંચી જતા,આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પુરવઠા વિભાગને મળી માહિતી
ગાંધીનગર પુરવઠા વિભાગ અને ભાવનગર સીટી મામલતદારે આજે સરકારી અનાજની દુકાનમાં રેડ કરી હતી,દુકાનના માલિક હિતકિરણસિંહ ગોહીલ દ્રારા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે,પુરવઠા વિભાગે કોમ્પ્યુટરમાં ગેરકાયદેસર સંગ્રહિત કરેલ 20 ફિંગરપ્રિન્ટ તેમજ ફિંગરના 12 રબર સ્ટેમ્પ કબજે કર્યા છે.તો પુરવઠા વિભાગે પ્રથમ વખત આધાર અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે,તો પુરવઠા વિભાગે કોમ્પ્યુટર લઈને હાલ FSLમાં તપાસ અર્થે મોકલી આપ્યું છે,પુરવઠા વિભાગને આંશંકા છે કે,પહેલા પણ આ જ રીતે અનાજ સગેવગે કરાયું હોઈ શકે છે.તો FSL રીપોર્ટના આધારે વધુ કાર્યવાહી થઈ શકે છે.
દુકાનનો પરવાનો થઈ શકે છે રદ
પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે રેડ કરતા ખરેખર એવું જ સામે આવ્યું કે અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતો હતો,હાલ કોમ્પ્યુટર લઈને તમામ ડેટાની માહિતી એકઠી કરવામાં આવી રહી છે,તો બીજી તરફ પોલીસ આરોપીની ધરપકડ કરે તો વધુ ખુલાસા થઈ શકે છે,તો પુરવઠા વિભાગ દુકાનનો પરવાનો રદ કરવા સુધીના પગલાં લઈ શકે છે.


