- બ્રિટનમાં આવો પ્રથમ કેસ નોંધાયો
- પોલીસે ઓનલાઈન ગેંગરેપના કેસને લીધો ગંભીરતાથી
- કિશોરી ભારે આઘાતમાં સરી પડતા પોલીસ પણ ધંધે લાગે
બ્રિટનમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન ગેમ રમતી એક 15 વર્ષીય કિશોરીને વર્ચુઅલી અવતારને ઓનલાઈન ગેંગરેપનો શિકાર બનાવવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પછી કિશોરી ભારે આઘાતમાં સરી પડી છે. પોલીસે આ અંગે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. મળતા અહેવાલ પ્રમાણે 15 વર્ષની કિશોરી વર્ચુઅલી રિયાલિટી હેડસેટ લગાવી ઓનલાઈન ગેમ રમી રહી હતી ત્યારે કેટલાક યુવકોએ વર્ચુઅલ ઘેરીને તેની પર તૂટી પડયા હતા અને એ કિશોરી પર વારાફરતી વર્ચુઅલી દુષ્કર્મ ગુજારવામાં આવતા બાળકીને આઘાત લાગ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે પોલીસે અધિકારીએ જણાવ્યું કે પીડિત કિશોરીને શારીરિક રૂપે તો કોઈ નુકસાન નથી થયું પરંતુ તેને દુષ્કર્મ જેવી જ મનૌવૈજ્ઞાનિક ભાવનાત્મક ઈજા પહોંચી છે. જેવો આઘાત વાસ્તવિક કોઈ ગેંગરેપ પીડિતાને લાગે છે એવામાં પોલીસે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈ તપાસમાં જોડાઈ ગઈ છે.
કિશોરી મેટાની ઓનલાઈન ગેમ રમી રહી હતી
રિપોર્ટ પ્રમાણે કિશોરી હોરાઈઝન વર્લ્ડઝ નામની ગેમ રમી રહી હતી. આ મેટાએ એક પ્રોડકટ છે. જેને પહેલા ફેસબુકના નામથી ઓળખતા હતા. રિપોર્ટ અનુસાર આ પ્લેટફોર્મ પર આભાસી જાતીય દુર્વ્યવહારની અનેક ફરિયાદો પણ સામે આવી છે. પરંતુ બ્રિટનમાં આજ દિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ.
આ કેસની તપાસમાં અત્યાર સુધી એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે પોલીસને વર્ચ્યુઅલ ક્રાઈમ પર કાર્યવાહી કરવી જોઈએ કે નહિ? કારણ કે પોલીસ પાસે પહેલાથી દુષ્કર્મની વાસ્તવિક ઘટનાઓની તપાસના પેન્ડિંગ કેસ પડયા છે. આમ છતાં બ્રિટનના ગૃહપ્રધાન જેમ્સ ક્લેવરલીએ વર્ચુઅલી ગેમમાં ગેંગરેપની આ ઘટનાની તપાસનો બચાવ કરતા કિશોરીને અપાયેલા મનૌવૈજ્ઞાનિક આઘાતનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અને આ રીતે આભાસી કૃત્યોને ગંભીરતાને ઓછી કરવા બદલ ચેતવણી આપી હતી. તેઓએ એક ટીવી પ્રોગ્રામમાં આ કેસને લઈને સૌનું ધ્યાન દોર્યું હતું. અને આને લઈ સૌને સાવધાન રહેવાની અપીલ પણ કરી હતી.


