- સ્કૂલો દ્વારા CBSEમાં રિપોર્ટ કરાયો છે
- એક કવિતા, રૂઢિ પ્રયોગનો પ્રશ્ન કોર્ષ બહારનો
- CBSEની બુકમાંથી પૂછવામાં આવ્યા હતા પ્રશ્ન
CBSEની ધો-10ની ગુજરાતીની પરીક્ષામાં છબરડો થયો છે. જેમાં 22 માર્ક્સમાં પ્રશ્નો કોર્ષ બહારના પૂછ્યા છે. તેથી સ્કૂલો દ્વારા CBSEમાં રિપોર્ટ કરાયો છે. CBSEની બુકમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તેમાં એક કવિતા, રૂઢિ પ્રયોગનો પ્રશ્ન કોર્ષ બહારનો પૂછાયો હતો.
11 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો છે. જેમાં 11 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેમાં ધોરણ10ની 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. તેમજ 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષા યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. તથા વિજ્ઞાન પ્રવાહની 147 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. જેમાં ધો-10માં 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તથા ધો-10માં 1.65 લાખ વિદ્યાથીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે.
ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 20438 વિદ્યાર્થીઓ નોંધાયા
ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 111549 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જેમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 20438 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 489279 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 74547 રીપીટર વિધાર્થીઓ નોંધાયા છે.


