- ઠંડીમા વધઘટ, માવઠાની સ્થિતિને લઇને ખેડૂતોમાં ચિંતા છવાઈ
- ઉંચા ઉષ્ણતામાન, પવનોના દિશા પરિવર્તનને લઇને ઠંડીમા આંશિક ઘટાડો
- મધ્યમ ઠંડી તો કયારેક આંશિક ઠંડીને લઇને રહીશોના દૈનિક કાર્યો
ચરોતરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠડીમા આંશિક ઘટાડાને લઇને રહીશોમા રાહત વર્તાઇ છે. ત્યારે બીજી તરફ મંગળવારે સવારથી આકાશમા વાદળોની સંતાકુકડી રચાતા માવઠુ થવાની ભીતિએ ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે.સમયાંતેર ઠંડીમા વધઘટ, મીની વાવાઝોડા, કમોસમી વરસાદની સ્થિતિએ બેહાલ થયેલા ખેડૂતોને પુનઃ સિસ્ટમ રચાવાની દહેશતે પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જોકે ઉંચા ઉષ્ણતામાન, પવનોના દિશા પરિવર્તનને લઇને ઠંડીમા આંશિક ઘટાડો સર્જાયો છે.
આણંદ-ખેડા જિલ્લામાં વિદાય થતી સિયાળુઋતુ સમયાંતરે તેનો મિજાજ પરિવર્તિત કરી રહી હોઇ આંશિક તેમજ મધ્યમ ઠંડીને લઇને રહીશોને ઋતુના પલ્ટાતા સ્વરૂપની અનુભુતિ વર્તાઇ રહી છે. જેમા કયારેક મધ્યમ ઠંડી તો કયારેક આંશિક ઠંડીને લઇને રહીશોના દૈનિક કાર્યો ઉપર પણ વિપરીત અસરો ઉદભવી રહી છે. ત્યારે મંગળવારે સવારથી આકાશમા વાદળોની આવનજાવનને લઇને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. જેમા તાજેતરમા સર્જાયેલા માવઠાની સ્થિતિએ મોટાભાગના ખેતીપાકોમાં વિપરીત અસર જન્માવીને વધતુ ઓછુ નુકશાન પહોંચાડયુ છે. ત્યારે બીજી તરફ રવિસિઝનના પાકોના વાવેતરની અંતિમ અવસ્થામાં પુનઃ વાદળોની ઘેરાબંધી રચાતા કમોસમી વરસાદની દહેશતે ધરતીપુત્રોની કફોડી હાલત સર્જાવા સહિત તેઓને દ્વિધાયુક્ત સ્થિતિમાં મુક્યા છે. જોકે દિવસ તથા રાત્રિના ઉષ્ણતામાનમાં વધારો થઇને સોમવારે મહત્તમ તાપમાન 28.2 ડિસે, લઘુત્તમ તાપમાન 16.0 ડિસે. હવામા ભેજનુ પ્રમાણ 77 ટકા, પવનોની ગતિ 2.3 પ્રતિ કલાક કિમી, પવનોની દિશા પરિવર્તિત થઇને પુર્વ-ઉત્તર-પુર્વીય નોધાઇ છે.જયારે સુર્યપ્રકાશનુ પ્રમાણ 9.2 કલાક નોધાયુ છે. જેોકે ઠંડીમા ઘટાડાએ રહીશોમા આંશિક રાહતની લાગણી વ્યાપી છે. ત્યારે આગામી દિવસોમા ઠંડીનુ જોર વધુ નરમ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.


