- વાડીએ લીમડો કાપવાની ના પાડતા મામલો ગર માયા બાદ બે જૂથ તલવાર , છરી અને લાકડાના ધોકા લઈને બાખડયા
- સશસ્ત્ર મારામારી મામલે બંને જૂથની આમનેસામને પોલીસમાં ફરિયાદ : બંને પક્ષના કુલ 33 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી
- ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને જવાનોનો કાફલો ગામમાં પહોંચ્યો
ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામની સીમમાં વાડીએ માત્ર લીમડો કાપવા જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ ઝઘડો થતા લાકડાના ધોકા, તલવાર અને છરી જેવા હથિયારો વડે બે જૂથ બાખડયા હતા. ચુલી ગામના જ બંને જૂથના અલગ-અલગ 19 લોકોને મારામારીમાં ઇજા પહોંચતા તાત્કાલિક ધ્રાંગધ્રા સર કારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધારે સાર વાર અર્થે જિલ્લા મથક સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડી પોલીસે બંને પક્ષના કુલ 33 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ચૂલી ગામની સીમમાં મંગળવારે સવાર ના સુમારે પરેશભાઇ ધીરૂભાઇ કોળીની વાડીએ ગામના જ યુવકો લીમડો કાપતા હતા. આ સમયે લીમડો કાપવાની ના પાડતા ધારીયા અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ત્યાર બાદ ત્યાંથી ઘેર આવ્યા બાદ એક સાથે 16 શખ્સોએ ભેગા મળી જાનથી માર વાની ધમકી આપી અલગ-અલગ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. બીજી તર ફ ચુલી ગામના હરેશભાઇ ર મતુભાઇ ભર વાડ વાડીએ લીમડો કાપવા ગયેલ ત્યાં કાપવાની ના પાડી ધમકી આપતા બાઇક લઇને ઘેર આવ્યા બાદ ટોળાએ ઘાતક હથિયાર અને છુટા પથ્થર વડે હુમલો કરી યુવક સહિતના લોકોને ગંભીર ઇજા પહો ચાડી હતી. આમ નજીવી બાબતે ગામના જ બે અલગ અલગ જ્ઞાતિના જૂથ વચ્ચે ઝઘડો થતા 19 જેટલા લોકોને ઇજા પહો ચી હતી. આ બાબતની જાણ પોલીસને થતાની સાથે જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પર પહોંચી હતી. જ્યાં સર કારી હોસ્પીટલમાંથી સાર વાર આપી વધારે સાર વાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પીટલમાં સાર વાર અર્થે ખસેડાયા હતા. ઘટના બાદ ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને એ માટે એસપી ગીરીશ પંડયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બાબતની આગળની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી ર હી છે.
બંને જૂથના 19 ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર સાર વાર હેઠળ ખસેડાયા
(1) શકિત મુનાભાઇ (ર ) વાલીબેન બુધાભાઇ (3) કાનાભાઇ રેવાભાઇ (4) ર મતુભાઇ રેવાભાઇ (5) મુન્નાભાઇ વાલાભાઇ (6) સુરેશ વાલાભાઇ (7) મુન્નાભાઇ નાનુભાઇ (8) બળદેવભાઇ અમરાભાઇ (9 ) મહેન્દ્રભાઇ જીતેન્દ્રભાઇ (10) રાહુલ જયેશભાઇ (11)અનીલ જીતેન્દ્રભાઇ (1ર ) વિજય ધર મશીભાઇ (13) અર જણભાઇ કર શનભાઇ (14) ધર મશીભાઇ શીવાભાઇ (15) જીતેન્દ્રભાઇ કાનજીભાઇ (16) પ્રકાશભાઇ શીવાભાઇ (17) વિશાલ રાજેશભાઇ (18) મેહુલ કાનાભાઇ (19 ) કર મસીભાઇ ગમારા
એક જૂથના 16 અને અન્ય જૂથના 17 સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ
(1) સંજય ર મતુભાઇ ભર વાડ (ર ) હરેશ ર મતુભાઇ ભર વાડ (3) લાખાભાઇ ભર વાડ (4) સુરેશ વાલાભાઇ ભર વાડ (5) મેહુલ કાનાભાઇ ભર વાડ (6) કાનાભાઇ રેવાભાઇ ભર વાડ (7) ર મતુભાઇ રેવાભાઇ ભર વાડ (8) મનાભાઇ નાનુભાઇ ભર વાડ (9 ) બળદેવભાઇ અમરાભાઇ ભર વાડ (10) કર મશીભાઇ ભર વાડ (11) જાલાભાઇ રેવાભાઇ (1ર ) કુંવરાભાઇ ભર વાડ (13) ગોવિંદભાઇ ભર વાડ (14) મુન્નાભાઇ ભર વાડ (15) મુકેશ કર મશીભાઇ ભર વાડ (16) જીલાભાઇ ભર વા.
સામેના જૂથના 17 સામે ફરિયાદ
(1) પરેશ ધીરાભાઇ પલાણી (ર ) શકિત મુનાભાઇ પલાણી (3) અનીલ જીતેન્દ્રભાઇ (4) નરેશ દીનાભાઇ (5) મુકેશ અર જણભાઇ (6) લાલાભાઇ સનાભાઇ પલાણી (7) મુના સોંડાભાઇ (8) વિઠલ લખમણભાઇ (9 ) ફૂલાભાઇ લખમણભાઇ (10) ધર મશીભાઇ શીવાભાઇ (11) મહેન્દ્ર જીતેન્દ્રભાઇ પલાણી (1ર ) રાહુલ જયેશભાઇ (13) વિજય જીતેન્દ્રભાઇ (14) અર જણ કર શનભાઇ (15) જીતેન્દ્ર કાનજીભાઇ (16) પ્રકાશ શીવાભાઇ (17) વિશાલ રાજેશભાઇ
LCB , SOG અને તાલુકા પોલીસ ગામમાં તૈનાત
ચુલીમાં જૂથ અથડામણ બાદ ગામમાં અનિચ્છનીય ઘટના ના બને એ માટે જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયા,ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસ સહિતની પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. ચુલીમાં એક જ ગામના બે જ્ઞાતિના લોકો વચ્ચે જૂથ અથડામણ બાદ ગામમાં આરોપીઓના ઘેર કોઇ ગંભીર ઘટના ના બને એ માટે એસપીએ કાફલો ખડકી દેતા ચુલી ગામ પોલીસ છાવણીમાં ફેર વાયુ હતુ.


