મહાશિવરાત્રીને પર્વની ઉત્સાહભેર ઉજવણી શિવભક્તો દ્વારા કરવામાં આવી હતી. ધારીમાં મહાશિવરાત્રીના દિવસે શહેરના જીવન મુકતેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર તેમજ, બાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યો યોજાયા હતા આરતી, મહાપ્રસાદ,ફરાળ, યજ્ઞ, સહિત નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વેકરીયાપરા પાસે આવેલ સુપ્રસિધ્ધ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ઇશ્વરીય બ્રહ્મા કુમારી સંસ્થાની બહેનો દ્વારા બરફના શિવલિંગ બનાવી અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું


