- કૃષ્ણનગરી દ્વારકામાં અરબી સમુદ્ર હીલોળે ચડ્યો
- અરબી સમુદ્રએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
- તેજગતિએ પવન ફૂંકાતા ઉંચા મોજા ઉછળ્યા
દ્રારકામાં અરબી સમુદ્ર હિલોળે ચડ્યો છે જેના કારણે દરિયા કિનારે 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.દરિયાએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે જેના કારણે હાલ દરિયા નજીક જવા પ્રતિંબંધ લગાવાયો છે તેમ છત્તા લોકો પોતાના જીવની પરવા કર્યા વિના દરિયાની આસપાસ ફરી રહ્યાં છે.દ્રારકાના દરિયામાં હાલ કરંટ જોવા મળ્યો છે.
દ્વારકામાં અરબી સમુદ્ર હિલોળે ચડ્યો
દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર બની ગયો છે અને અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાતા દરીયા કિનારે 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે હવામાન વિભાગે તેમજ સ્થાનિક તંત્રએ સૂચના આપી છે.કૃષ્ણનગરી દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરીયો મન મુકી હિલોળે ચડ્યો છે.
દરિયામાં કરંટના દ્રશ્યો
હવામાન વિભાગની આગાહી મૂજબ દરિયામાં કરંટ જોવા મળ્યો છે,સાથે સાથે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે,મહત્વનું છે કે હાલ દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે.દરિયાના પાણી ચોપાટીને ક્રોસ કરીને અંદર સુધી આવી રહ્યાં છે.

ભારે પવન સાથે મોજા ઉછળ્યા
હવામાન ખાતાની આગાહીની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે જોવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. બપોર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે દરિયા દેવના રૌદ્ર સ્વરૂપનો નજારો કેમેરામાં કેદ થયો હતો.


