રાજકોટની નવી કોર્ટમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે તમામ વિવાદોનું નિરાકરણ કરવા અને વકીલોની પડતર માંગણીઓને ન્યાય આપવા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 3 જજ, 4 સિનિયર વકીલ અને 3 એજીપી સહીત 10 સભ્યોનો સમાવેશ કરાયો છે.
ગત જાન્યુઆરી 8 ના રોજ રાજકોટની નવનિર્મીત કોર્ટ બિલ્ડીંગ કાર્યરત થઇ હતી. જેમાં વકીલોને અગાઉથી જ જગ્યા ફાળવવામાં આવી હતી અને તે જગ્યામાં વકિલોને ટેબલો મુકવા અંગે બાર એશોસીએશને જ યોગ્ય નિર્ણય તેમના સ્તરેથી લેવાના હતા. પરંતુ તા.08/01/2024 ના રોજ બિલ્ડીંગમાં ટેબલો મુકવા અંગે વકીલો વચ્ચે વિવાદ થયો હતો. બિલ્ડીંગમાં વકિલોને ફાળવેલ જગ્યામાં સૌપ્રથમ જુના બિલ્ડીંગના કેમ્પસમાં રહેલ વકિલોને ટેબલોને પ્રથમ ફાળવણી કરવા ત્યાર બાદ બાકી રહેલ વકિલો પૈકી ટેબલો મુકવા ઇચ્છુક વકિલોને સીનીયોરીટી ધ્યાને લઇ ટેબલોની ફાળવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ટેબલો મુકવા અંગે વકીલો વચ્ચે વિવાદ વધ્યો હતો. જેનું નિરાકરણ કરવા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નીચે મુજબ કમિટીના સભ્યો છે.
ઉપરોક્ત કમીટીના સભ્યોએ બિલ્ડીંગમાં વકિલોને ફાળવેલ જગ્યામાં યોગ્ય જગ્યાએ ટેબલો મુકવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલ વિસ્તૃત ચર્ચા મુજબ ફાળવણી અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.