જનરલ યુરીનલમાં સ્વચ્છતાનો અભાવ: સવારે વોકિંગ કરવા આવતા મહિલાઓ અને પુરૂષો પરેશાન
રાજકોટના મુખ્ય વિસ્તાર એવા રેસકોર્ષ પાસે બહુમાળી સામે બાંકડાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.ઉપરાંત આસપાસમાં આવેલ જનરલ યુરીનલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે સવારે વોકિંગ કરવા આવતા મહિલાઓ અને પુરૂષો પરેશાન થઇ રહ્યા છે.
રાજકોટ મનપા દ્વારા બાંકડા અને જનરલ યુરિનલ અને અન્ય પબ્લીક સુવિધાઓ માટે લાખો-કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.પણ મનપા દ્વારા મેઇન્ટેન કરવામાં આવતું હોતું નથી. જેના ભોગે સવારે વોકિંગ કરવા આવતા લોકોને પરેશાન થતા હોય છે. ટેક્સ ભર્યા બાદ પણ લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ ન મળે તો લોકો ક્યાં જાય? મનપા પ્રાથમિક સુવિધાઓમાં સુધારો કરે અને મેઇન્ટેન કરે તેવી શહેરીજનો માંગ ઉઠી છે.