- ઇમ્પેક્ટ ફીની મુદતમા સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો
- બિન અધિકૃત ગેરકાયદેસર બાંધકામો ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે
- રાજય સરકાર ઇમ્પેક્ટ ફી અંગેનો લાવી હતી કાયદો
રાજય સરકારે ઇમ્પેક્ટ ફીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં બિન અધિકૃત ગેરકાયદેસર બાંધકામોને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવા માટેની મુદતમા સતત ચોથી વખત વધારો કર્યો છે.તો કહી શકાય કે ઇમ્પેક્ટ ફી ની મુદત વધુ 6 મહિના લંબાવવામાં આવી છે.રાજય સરકાર ઇમ્પેક્ટ ફી અંગેનો લાવી હતી કાયદો.
આવતીકાલે ત્રીજી મુદત પૂર્ણ થશે
રાજ્યમાં ગેરકાયદે અને બીયુ વિનાનાં બાંધકામોની મોટી સંખ્યાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને મોળો પ્રતિસાદ મળતાં સતત ત્રણ વખત મુદત વધારાઇ હતી. ત્રીજી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી જૂન પૂરી થઇ રહી છે.
સરકાર લાવી ઇમ્પેક્ટ ફીનો કાયદો
1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે.50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નિયત કરાઈ છે. 50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. તેમજ ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવી છે.ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તાર માં આવેલ અનઅધિકૃત વિકાસને નિયમિત કરી શકાશે.
વર્ષ 2022માં કાયદો ગુજરાતમાં લાગુ થયો
ભુપેન્દ્ર પટેલની સરકારે 17 ઓક્ટોબર 2022ના દિવસે વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ઇમ્પેક્ટ ફી કાયદો ફરીથી અમલીકરણની જાહેરાત કરી હતી. 15મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ સર્વાનું મતે પસાર કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારની ઇમ્પેક્ટ ફી બાબતની કાયદાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં રાજ્ય સરકારે વર્ષ 2005, 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવ્યા હતા. હવે 10 વર્ષ બાદ ફરીથી વર્ષ 2022માં પણ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. આમ ત્રણ વખત કાયદો લાવવા છતાં પણ ગુજરાતમાં અનેક લાખોની સંખ્યામાં બિલ્ડીંગ અને મકાનો ગેરકાયદેસરના હોવાનું સામે આવ્યું છે.


