હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માણેકવાડા ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ૪૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા સુરેન્દ્રનગર જીલ્લાના નળખંભા ગામના ઈસમને દબોચી લેવામાં આવ્યો છે. આ સાથે બોલેરો ગાડી તથા દેશીદારૂનો જથ્થો રમ કુલ ૨.૦૮ લાખનો મુદામાલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી જીલ્લામાં પ્રોહીબીશનની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને હળવદ પોલીસ મથક ટીમ પ્રોહી.ના કેસ શોધવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન પો.હેડ.કોન્સ. એસ.બી.પરમારને મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના માણેકવાડા ચોકડી ખાતેથી બોલેરો ગાડી રજી નં. જીજે-૧૩-એઆર-૫૬૮૩ વાળીમાં દેશીદારૂ કુલ લીટર- ૪૦૦ કિં.રૂ.૮૦૦૦/- ના જથ્થાની હેરાફેરી કરતા આરોપી મહેશભાઇ બેચરભાઇ સારલા ઉવ. ૨૪ રહે.નળખંભા ગામ જીલ્લો સુરેન્દ્રનગરવાળો મળી આવતા પકડાયેલ આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી કુલ કિ.રૂ.૨,૦૮,૦૦૦/-નો મુદામાલ જપ્ત કરી હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહી.સહિતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.