પ્રથમ સાલગીરીની ધજામાં માતબર ઉછામણી બોલાઇ
જયાનંદધામમાં, પરભમાત્મા, ગણઘર ભગવંતો દેવ-દેવીઓના અઢાર અભોષેક
સ્વામી વાત્સલ્યમાં પ૦૦થી વધુ ભાવિકોએ લાભ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી જયાનંદધામ (નવગ્રહ જિનાલય) જિનાલયમાં ઘંટાકર્ણ દાદા અને મણીભદ્ર દાદા ને સુખડીનો પ્રસાદ ધરવામાં આવેલ. જે પ્રસાદનો લાભ આવેલ ભાવિકોને મળ્યો હતો. જેના લાભાર્થી ચંદ્રિકાબેન નવીનચંદ્ર મહેતા હતા. મુનીસુવ્રત સ્વામી મહિલા મંડળ દ્વારા પ્રથમ સ્નાત્ર પૂજા ભણાવવામાં આવેલ ત્યારબાદ બિરાજમાન પરમાત્મા, ગણધર ભગવંતો અને દેવ – દેવીઓના અઢાર અભિષેક કરવામાં આવ્યો હતો. ૫૦૦ થી વધુ ભાવિકો ૧૮ અભિષેક માં પધારેલ. પ્રથમ સાલગીરીની ધજાના આદેશો: જિનાલયની પ્રથમ સાલગીરી તા. 3૦મીએ આવે છે. તેની માતબર રકમની બોલી બોલવામાં આવી હતી.પરમાત્માના નવ શિખરોની ધજા, ગણધર ભગવંતોની દેરીના શિખરોની ધજા અને દેવ-દેવીઓની દેરીના શિખરોની ધજાના આદેશો અઢાર અભિષેક દરમ્યાન ઉછામણીથી આપવામાં આવેલ. કાર્યક્રમ પૂર્ણ થયે સ્વામિવાત્સલ્ય માં ૫૦૦ થી વધુ ભાવિકોએ લાભ લીધો હતો. જેના લાભાર્થી સોનલબેન ધીરેશભાઈ ધુલિયા પરિવાર હતા. જેની શ્રી મહેશભાઈ મણિયાર, શ્રી વિપુલભાઈ દોશી, શ્રી નિતેશભાઈ શાહ, શ્રી દિલેશભાઈ શાહ, શ્રી કપીલભાઈ જસાણી, કેતન રાવલિયા, વિશાલ શાહ, મિલન શાહ, નિર્મલ શાહ, જસ્મીન દોશીની યાદી જણાવે છે.


