- ડૉક્ટરોએ આદેશ વગર આખરે ગર્ભપાત કેમ કર્યો : કોર્ટ
- કોર્ટે રેપ પીડિતાનો ગર્ભપાત કરનારી પેનલના ડૉક્ટરો પાસે જવાબ માગ્યો
- આખરે તેમણે કોર્ટના નિર્દેશ વગર કઈ ઉતાવળમાં આવું પગલું ભર્યું?
કોલકાતામાંથી એક આૃર્યજનક બનાવના સમાચાર છે. અહીં કોર્ટે એક રેપ પીડિતાની પ્રેગ્નન્સી બાબતે મેડિકલ બોર્ડ બનાવવા માટેનો આદેશ આપ્યો હતો, પણ ડોક્ટરોએ તેનાથી એક ડગલું આગળ વધીને પીડિતાનો ગર્ભપાત કરી નાખ્યો હતો. કોર્ટે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે આગળનું પગલું નક્કી કરવાનું હતું. કોર્ટે રેપ પીડિતાનો ગર્ભપાત કરનારા ડૉક્ટરો પાસે જવાબ માગ્યો છે.
જસ્ટિસ સાબ્યસાચી ભટ્ટાચાર્યએ શુક્રવારે કહેલું કે કોર્ટે પ્રેગ્નન્સી ટર્મિનેટનો આદેશ નહોતો આપ્યો. કોર્ટે આદેશ આપ્યો હતો કે એક મેડિકલ બોર્ડ બનાવવામાં આવે, જે એે જોશે કે પ્રેગ્નન્સી ટર્મિનેશનથી કઈ, કેવી મુશ્કેલીઓ થઈ શકે. શું તેવું કરવું પીડિતા માટે યોગ્ય રહેશે? હવે જસ્ટિસ ભટ્ટાચાર્યએ ગર્ભપાત કરનારા ડોક્ટરો પાસે જવાબ માગ્યો છે કે આખરે તેમણે કોર્ટના નિર્દેશ વગર કઈ ઉતાવળમાં આવું પગલું ભર્યું?
બનાવ શો હતો?
રેપ પીડિતાએ કોર્ટમાં અરજ કરી હતી કે એક દુર્ઘટનામાં તે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. તેના વકીલે દલીલ કરી હતી કે તેના કારણે તે માનસિક ઉત્પીડન અનુભવે છે. સરકારી વકીલનું કહેવું હતું કે રેપની ઘટના 28 જુલાઈ 2023ના રોજ બની હતી. તેને જોતાં પીડિતાને 20થી 24 અઠવાડિયાનો ગર્ભ હશે, જેનો ગર્ભપાત સુરક્ષિત નહીં હોય.
કોર્ટે સુનાવણીમાં શું કહેલું?
જસ્ટિસ ભટ્ટાચાર્યએે સુનાવણી કરતાં કહેલું કે આ કેસમાં કોર્ટે મેડિકલ બોર્ડ બનાવવા નિર્દેશ કર્યો હતો. કોર્ટે કહેલું કે મેડિકલ બોર્ડ બે સભ્યનું હોવું જોઈએ. તેમાં બંને ડોક્ટર જાણીતા મેડિકલ પ્રેક્ટિશનર અને એક ગાયનેક અને એક બાળકોના ડોક્ટર હોવા જોઈએ.


