- મહેસાણાના લાંઘણજમાં 1000 મહિલાઓ એકઠી થઈ
- કુરિવાજો નાબુદી, દીકરીઓના મુદ્દાઓને લઈ ચર્ચા
- ખોટા માણસો દીકરીઓને લલચાવી ફોસલાવી લઈ જાય છે
મહેસાણાનાં લાંઘણજમાં આજે મોટી સંખ્યામાં પાટીદાર મહીલાઓ એકઠી થઈ છે.પાટીદાર સમાજમાં કુરિવાજો નાબુદી અને દીકરીઓના અલગ-અલગ મુદ્દાઓ લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી રહી છે,આ પહેલા પણ આજ રીતે એક સંમેલન્ન યોજાયું હતું જેમાં પણ દીકરીઓની વાતને લઈ ચર્ચા કરાઈ હતી,ખોટા માણસો દીકરીઓને લલચાવી ફોસલાવી ને લઇ જાય છે ને આખી જિંદગી દીકરીઓની બરબાદ કરી નાંખે છે,તો દીકરીઓને અગામી સમયમાં કોઈ સમસ્યા ના નડે તેને લઈ આજે મહીલાઓ એકઠી થઈ છે.
અગાઉ હિંમતનગરમાં યોજાયું હતું સંમેલન
હિંમતનગરમાં હાલ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા યુવા જાગૃતિ સંમેલન યોજાયું હતું. જેમાં પાટીદાર સમાજમાં વ્યાપેલા કુરિવાજો તેમજ ખોટા ખર્ચા બાબતે ચર્ચાઓ થઈ હતી. પાટીદાર સમાજના મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ મહા સંમેલનમાં જોડાયા હતા. જેમાં કચ્છ કડવા પાટીદાર સમાજનાં સંમેલનમાં 25 જેટલા રીતરિવાજો તેમજ રુઢિયો સામે પૂર્ણવિરામ મુકાયું છે. કડવા પાટીદાર સમાજે નવો ચીલો ચિતર્યો છે જેમાં લગ્નમાં હલ્દી રસમ, પ્રીવેડિંગ, શ્રીમંત સહિત 25 જેટલા રિવાજો અને રૂઢિયો પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
અગાઉ લેવડાયાં હતાં શપથ
હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં 25 જેટલા રીતરિવાજો સામે પૂર્ણવિરામ મુકાયું છે. ત્યારે સ્ટેજ પર હાજર રહેલા સમાજના અગ્રણીઓએ સંમેલનમાં સામેલ થયેલા લોકોને આ અંગે શપથ લેવડાવ્યા હતા. સાથે જ સમાજની દશા અને દીશા બદલવાનો પ્રયાસ હાથ ધર્યું છે. જે આગામી સમયમાં અન્ય સમાજ માટે પણ સામાજિક બદલાવનો પાયો બની રહેશે.


