મોરબીમાં મહારાણા પ્રતાપજીની ૪૮૪ મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ વર્તમાન વર્ષે પણ મોરબીના સીતારામ ગ્રુપ દ્વારા લોકોને ઠંડા શરબતનું વિતરણનું આયોજન કરી ભાવભેર ઉજવણી કરી હતી.
મોરબીના સીતારામ ગ્રુપ દ્વારા વીરતા અને દેશભક્તિના પ્રતિક મહારાણા પ્રતાપજીની ૪૮૪ મી જન્મજ્યંતિ નિમિત્તે નવા બસ સ્ટેન્ડ નજીક ઠંડા પીણાં તેમજ શરબતના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સીતારામ ગ્રુપના યોગીરાજસિંહ જાડેજા દ્વારા જણાવ્યું હતું કે હાલ પડી રહેલ અસહ્ય ગરમીમાં લોકોને આંશીક રાહતના ભાગરૂપે મોરબી સીતારામ ગ્રુપ દ્વારા ઠંડા શરબતના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સનાળા ગ્રામપંચાયતના ઉપ સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજ આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડિયા, રાજકોટ યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા ગ્રુપના સર્વે સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.