- 25 વર્ષિય મયુરી નામની યુવતીનું મોત
- ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં બની ઘટના
- યુવતી એક્ટિવા પર જઇ રહી હતી ત્યારે બની ઘટના
હવે ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં હજી પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની વિવિધ ઘટનાઓ સામે આવી છે. આ વચ્ચે ચાઇનીઝ દોરાના કારણે નડિયાદમાં એક યુવતીનો ભોગ લીધો છે. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં બની આ ઘટના બની હતી.
એક તરફ રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે પતંગ રસિકો દ્વારા ખોટી ઘેલછામાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે નડિયાદના મયુરીબેન સરગરા નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું. યુવતી એક્ટિવા પર ઘરેથી કામ કરવા જઈ રહી હતી આ દરમ્યાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી.
સરકાર દ્વારા એક બાજુ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતા કેટલાક વેપારીઓ તેનું વેચાણ કરી રહ્યાં છે, જેના કારણે અવાર નવાર નિર્દોષ લોકો મોતને ભેટે છે. ચાઇનીઝ દોરી થી યુવતીનું ગળું કાપતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ યુવતીને સારવાર મળે એ પેહલાજ યુવતીનું મોત થયું હતું.


