- સરકારી નોકરી અને રૂપિયા પરત ન મળતાં યુવાનો પહોચ્યાં પોલીસ સ્ટેશન
- રિશિદા ઠાકુર અને તેના સાગરીતો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ
- પોલીસની તપાસમાં અનેક ખુલાસાઓ થવાની શકયતાં
નવસારી શહેરમાં તપસ્યા નારી સેવા સમિતિ સંસ્થાની રાષ્ટ્રીય અધ્યક્ષ અને સમાજ સેવિકા હોવાનો દાવો કરતી મહિલા રિશિદા ઠાકુરે તેના પાંચ સાગરીતો સાથે મળી છેતરપિંડી આચરી છે.અનેક રાજકીય આગેવાનો,પોલીસ અધિકારીઓ,સરકારના મંત્રીઓ સાથે ફોટા પડાવી પોતે ઉપર સુધી પહોંચ ધરાવતી હોવાની છાપ ઊભી કરી ચૂકેલી રિશિદા ઠાકુર મહિલા ઉત્થાન માટે કામ કરતી હોવાનો દાવો કરતી હતી.જેના સંપર્કમાં બિલીમોરાનો યુવાન વિપિન કુશવાહા આવ્યો હતો.શરૂઆત માં વિપિન રિશિડા જોડે મહિલા ઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવા માટે જોડાયો હતો.દરમિયાન રીશિદાને ખબર પડી કે વિપિન નોકરી શોધી રહ્યો છે.અને તેણે પોતાની માયાજાળ પાથરવાની શરૂઆત કરી.
રેલવે વિભાગમાં કલાર્ક તરીકે નોકરની વાત કરી
વિપિનને રેલવે વિભાગમાં બુકિંગ ક્લાર્ક તરીકે સરકારી નોકરી અપાવવાની વાત કરી.અને પોતાના દિલ્હી ખાતે રહેતા મિત્રો IBમાં ઓફિસર હોવાનું જણાવ્યું.દિલ્હીના મિત્રો નવસારી આવે ત્યારે મુલાકાત કરાવીશ અને નોકરી અપાવી દઈશ તેવી રિશિદાએ વિપિન ને ખાતરી આપી.ત્યારબાદ પોતાના સાગરીતો જોડે વિપિનની નવસારીની એક હોટેલ માં મુલાકાત કરાવી અને નોકરી ની વાત નક્કી કરાઇ.જેં નોકરી માટે વિપિન પાસે ટુકડે ટુકડે 16 લાખ જેટલી માતબર રકમ રિશિદા અને તેના સાગરીતો એ વિવિધ બેંકના ખાતામાં જમા કરાવી.દરમિયાન વિપિનને વોટસઅપ ઉપર રેલવે વિભાગનું આઇકાર્ડ પણ ઠગ ટોળકીએ મોકલી આપ્યું. આઈકાર્ડ જોઈ વિપિન ના મિત્ર અને પડોશમાં જ રહેતા અભિષેક પટેલને પણ સરકારી નોકરી મેળવવાની ઈચ્છા થઈ.અને તે પણ આ ઠગ ટોળકીના ઝાંસામાં આવી ગયો.અભિષેક પટેલે પણ રિશિદા ઠાકુર અને તેના સાગરીતો ને 16 લાખ થી વધુ રૂપિયા આપી દીધા.હવે બંને યુવાનો સરકારી નોકરી મળી ગઈ હોવાના સપના જોઈ રહ્યા હતા.ત્યાજ તેમને ઠગ ટોળકી એ દિલ્હી બોલાવ્યા.જ્યાં વિપિન અને અભિષેક ને આનંદ વિહાર રેલવે સ્ટેશન ઉપર લઇ જઇ ટ્રેનિંગનું આપવાનું તરકટ પણ ઠગબાજો એ રચ્યું.અને બંને યુવાનો ને બિલકુલ અસલ જ લાગે એવા રેલવે વિભાગના સહી સિક્કા વાળા નિમણૂક પાત્ર ઉપર સહી પણ કરાવી લીધી.
યુવાનોના ડૂબ્યાં રૂપિયા
ટ્રેનિંગ થઈ ગઈ નિમણૂક પત્ર ઉપર સહી થઈ ગઈ આઈકાર્ડ આવી ગયા હોવાથી વિપિન અને અભિષેક સરકારી નોકરી મળી ગઈ હોવાની ખુશી મનાવી રહ્યા હતા.ટ્રેનિંગ પૂર્ણ કરી બિલીમોરા પરત આવેલા વિપિન અને અભિષેક હવે રેલવે વિભાગની ફરજ ઉપર જવા માટે ફોન આવે તેની રાહ જોઈ રહ્યા હતા.પરંતુ કોઈ ફોન આવ્યો નહિ.વિપિન અને અભિષેકે રિશિદાનો સંપર્ક કર્યો.ત્યારે રિશિદા એ તેના સાગરીતો IBના ઓફિસર હોવાની અને તેઓ દિલ્હી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાના હોવાનીવાત કરી.સાથે જ દેશના અતિમહત્વના IB,ED અને RAW રૂપિયા કમાવાના વિભાગ ગણાવી વિપિનને વિશ્વાસ માં લેવાનો પ્રયાસ કર્યો.અને ત્યારબાદ રિશીદા એ પણ વિપિન અને અભિષેક ના ફોન ઉપાડવાના બંધ કરી દીધા.આખરે બંને યુવાનોને છેતરાયા હોવાનો અહેસાસ થતા પોલીસ મથક ફરિયાદ નોંધાવી.જેને લઇ નવસારી ટાઉન પોલીસે રિશીદા ઠાકુર, અને તેના દિલ્હીના સાગરીતો જગમિત સિંગ,આશુતોષ અરોરા,નિખિલ છાબરા,ગોરખ ધામાં,અને દીપક નામ ના શખ્સ સહિત કુલ છ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.



