- પાકિસ્તાન સૈન્ય આતંકીઓનું પ્રથમ ટાર્ગેટ
- મૃતક આતંકીઓ પાસેથી હથિયાર, દારૂગોળા, વિસ્ફોટક જપ્ત
- વર્ષ-2023માં આત્મઘાતી હુમલામાં જબરજસ્ત વધારો
પાકિસ્તાન સુરક્ષાદળોએ ખૈબર પખ્તૂનખ્વાના ઉત્તરી વજીરિસ્તાન જિલ્લામાં ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના આદિવાસી જિલ્લામાં ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોની વચ્ચે ફાયરિંગ થયું. જેમાં ચાર આતંકવાદી ઠાર થયા હતા. મૃત આતંકવાદીઓ પાસેથી હથિયાર, દારૂગોળો અને વિસ્ફોટકો પણ જપ્ત કરાયા હતા. ઠાર મરાયેલા આતંકીઓ અનેક આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
પાકિસ્તાનન સૈન્યના જણાવ્યા પ્રમાણે મૃતક આતંકીઓ સુરક્ષાદળો વિરુદ્ધ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સક્રિય હતા. અને એક હાઈ-પ્રોફાઈલ આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
વર્ષ-2023માં આત્મઘાતી હુમલામાં સતત વધારો
મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનમાં વર્ષ-2023માં આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલામાં ભારે વધારો નોંધાયો છે. મહત્ત્વનું છે કે ગત મહિનાના શરૂઆતમાં માત્ર એક દિવસમાં જુદીજુદી ઘટનામાં 25 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા. આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાનમાં એક આતંકવાદીએ કર્યો હતો.
આતંકીઓનો પ્રથમ ટાર્ગેટ સુરક્ષાકર્મી
વર્ષ-2023માં થયેલા આત્મઘાતી હુમલાના આંકડા પર નજર ફેરવીએ તો કુલ મોતની સંખ્યામાં 48 મોત સુરક્ષાકર્મીઓનાં થયા હતા. આંકડા પ્રમાણે 48 ટકા મોત સુરક્ષાકર્મીઓની થઈ. ગયા બે વર્ષના આંકડાની સરખામણી કરતા આત્મઘાતી હુમલામાં 93 ટકાનો વધારો નોંધાયો છે. સુરક્ષાદળો આ આતંકવાદી હુમલાના પ્રાથમિક લક્ષ્ય બની રહ્યાનો ત્યાંની ખાનગી સર્વે કપંનીએ દાવો કર્યો હતો. બાદમાં પાકિસ્તાનના નાગરિકોને આતંકીઓ ટાર્ગેટ કરી રહ્યા છે.


