- 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત
- મુખ્યમંત્રીઓના નામને લઈને ભાજપ કરી રહ્યું છે મંથન
- પીએમ મોદીએ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાથે કરી ચર્ચા
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપ માટે હવે નવો પડકાર સામે આવ્યો છે, અને તે છે રાજ્યોના મુખ્યમંત્રી પદ માટે કોને પસંદ કરવા. આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રીના નામોને લઈને ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ત્રણ રાજ્યોના સીએમના નામની ચર્ચા કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીએમ નિવાસ સ્થાને મળી રહેલી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી છે. જોકે, આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી અને કોના નામ પર ચર્ચા કરવામાં આવી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થયેલ નથી.


