- સામાન્ય તાવ ,શરદી ,ઉધરસ ના કેસોમાં પણ વધારો
- સામાન્ય બીમારીમાં 1056 કેસ સપ્તાહમાં
- શરદી ઉધરસ ના 822 નવા કેસ
રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાલો બેકાબુ બની રહ્યો છે. જેના વચ્ચે રાજકોટમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં બેકાબૂ રોગચાળાએ 5 માસની બાળકીનું તાવના કારણે મોત થયું છે. રાજકોટ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.
આ સાથે જ સતત વકરી રહેલા રોગચાળાને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે વધુ એક યુવકનું ઝાડા ઉલટીને કારણે મોત થતાં હાહાકાર મચ્યો છે. બે દિવસથી સારવાર લઇ રહેવા યુવકનું ઝાડા ઉલટીને કારણે મોત થયું હોવાનું સામે આવ્યુ છે. તાવના 54 અને ઝાડા ઉલટીના 180 કેસ સામે આવ્યાં છે. જ્યારે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના આઠ આઠ અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે.
જેની સાથે જ ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસો સતત વધારો થયો છે. સામાન્ય તાવ,શરદી,ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. જેમાંએક સપ્તાહમાં સામાન્ય બીમારીના 1056 કેસ નોંધાયા છે. શરદી ઉધરસના નવા 822 કેસ નોંધાયા છે. જ્યારે 207 કોમર્શિયલ અને 37 આસામીને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ફોગીંગની કામગીરી ચાલી રહી છે.
રાજકોટમાં રોગચાળાના કારણે નાની માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો છે. જેમાંતાવના કારણે 5 માસની બાળકીનું મોત થયું છે. બિહારથી આવેલો પરિવાર મજૂરી કામ કરતો હતો. ત્યારે બાળકી અચાનક જ બેભાન હાલતમાં સિવિલ ખસેડાઈ હતી. હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. રોગચાળાને કારણે વધી રહેલી મોતની સંખ્યાને લઇ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.
છેલ્લા થોડાં સમયથી રાજ્યભરમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં વિવિધ સ્થાનો પર રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ફોગીગ કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ વિવિધ કેસોની સામે મનપા દ્વારા પણ તહેવાર પહેલાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.


