- 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે
- પવનનોની દિશા બદલાતા તાપમાનનો પારો ઉચકાશે
- હાલ રાજ્યમાં વરસાદની આગાહી નહીં
રાજ્યમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. જ્યાં એક તરફ વિવિધ ભાગોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જેની સાથે જ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જેમાં ક્યાંય પણ વરસાદ નહીં નોંધાય તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.
આ અંગે રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં હાલ કોઇ પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી. તેમજ આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું જોવા મળશે. જેના સાથે જ 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે.
રાજ્યમાં સતત 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાનના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીનું જોર ઘટે એવી સંભાવના છે.
આ તરફ હાલમાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. બીજી તરફ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. આગામી 48 કલાક બાદ એ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધતાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા છે.આ ઉપરાંત ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આગામી બે દિવસ બાદ વધીને 16થી 17 ડિગ્રી થઈ શકે છે.


