નગરપાલિકાની જાહેરાત બાદ આઝાદી પછીનો ભુતકાળ બદલી નવો રેકોર્ડ સર્જતી આર્ય નગરી ટંકારા
28 વર્ષ સુધી ટંકારા રાજકારણમાં સક્રિય મોહન કુડારીયા કાયમ ટંકારા ને માઈનસમાં માપી રહા એજ ટંકારા માં ધારાસભ્ય દુલભજી દેથરીયાની સાદગી અને કામકાજ પ્રત્યેની ચિવટ સ્થાનિક અગ્રણી તાલુકા ભાજપ સંગઠન અને કાર્યકરોની મહેનત રંગ લાવી ટંકારા કોગ્રેસના ગઢમાં ગાબડા પાડવામાં સફળતા મળી છે.
ટંકારા તાલુકો સહકારી અગ્રણી વલ્લભભાઈ પટેલ ત્યારબાદ દિગ્ગજ કોગ્રેસ નેતા વાધજી બોડાના નેઝા હેઠળ કાયમી કોગ્રેસ નો દબદબો જાળવી રાખ્યો હતો પરંતુ બોડાના અવશાન બાદ કોગ્રેસ પોતાના સ્યોર અને પ્યોર નેતાને સાચવી ન શકતા સ્થાનિક નબળી નેતાગીરી અને સંગઠન અભાવે ભાજપે આ વખતે મજબૂત પકડ જમાવી ભારે મોટી સરસાઇ મેળવી છે. એક લઠા ગામોમાં ગાબડા પાડી કમળ ખીલ્યું હોય આ અંગે આલા કમાન્ડના નેતા સુધી વાત પહોંચી છે. સૌથી વધુ કોગ્રેસના તાલુકા પંચાયત ટંકારા 2 ના લોક લાડીલા ચેતન ત્રિવેદી એની બેઠક માથી કોગ્રેસ ને લિડ લાવી બતાવી છે જેને બાદ કરતા કોઇ સારો દેખાવ કરી શક્યા નથી.
બિજી તરફ ટંકારા પાટીદાર અગ્રણી કેશુભાઈ પાચોટિયા ઈશ્ર્વરભાઈ ધેટીયા જીતુભાઈ ખોખાણી રમેશ કુમાર કૈલા સહિતના સમાજના નેતાઓ પહેલી વાર જીતની પાધડી પહેરે એ સ્થિતિમા રહા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા નગરપાલિકા ની જાહેરાત બાદ વિકાસ માટે આશા સેવતા નગરજનોની હવે સગવડમાં વધારો થાય તાત્કાલિક બાકી રહેતા કામો પુર્ણ કરે એ માંગણી ઉઠવા પામી છે.