- તૈયારી ચૂંટણીની : ઈફસ્થી કઈ રીતે મતદાન કરાય? તે અંગે મતદારોને સમજણ અપાશે
- 50 ટકાથી ઓછુ મતદાન હોય તેવા તમામ વિસ્તારોમાં આ વાન મતદારોને જાગૃત કર શે
- કલેકટર દ્વારા ઈફસ્ના લાઈવ ડેમોસ્ટ્રેશન અને ઓડિયો વિઝયુઅલથી સજ્જ વાનને પ્રસ્થાન કરાવાયું
સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી વિભાગ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયુ છે. સર કારી કચેરીઓમા ઈવીએમના નિદર્શન બાદ કલેકટર સહિતનાઓએ ઈવીએમનું લાઈવ ડેમોસ્ટ્રેશન કર તી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ છે. ખાસ કરીને ગત ચૂંટણીમાં 50 ટકાથી ઓછુ મતદાન હોય તેવા તમામ વિસ્તારોમાં આ વાન મતદારોને જાગૃત કર શે.
સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે પણ આગામી મહિનાઓમાં લોકસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષોની સાથે સાથે જિલ્લા ચૂંટણી વિભાગ પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયુ છે. જિલ્લામાં અગાઉ વીવીધ સર કારી કચેરીઓ ખાતે ઈવીએમ નીદર્શન યોજાયા હતા. ત્યારે તા. 20ના રોજ જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, અધિક કલેકટર આર .કે.ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી બ્રીજેશ કાલરિયા સહિતનાઓએ લીલી ઝંડી આપીને ઈવીએમ ડેમોસ્ટ્રેશન વાનને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ વાન જિલ્લાભર માં ભ્રમણ કરીને ઈવીએમ અને વીવીપીએટ વીશે લોકોને માહિતી આપશે. જેમાં ગામનો ચોરો, બજાર , દુધ મંડળી, ગ્રામ પંચાયત, કોલેજ, યુનિવર્સિટી કેમ્પસ, મોલ, થિયેટર , જીઆઈડીસી વિસ્તાર , બગીચાઓ કે જયાં વધુ લોકો એકત્રિત થતા હોય ત્યાં આ વાન ભ્રમણ કર શે. આ ઉપરાંત ગત લોકસભા ચૂંટણીમાં જયાં 50 ટકાથી ઓછુ મતદાન થયુ હોય તેવા વિસ્તારો અને જયાં પુરૂષ અને મહિલાઓના મતદાનમાં 10 ટકાથી વધુનો તફાવત હોય તેવા વિસ્તારોમાં વાન ફરી મતદારોને ઈવીએમની માહિતી આપી જાગૃત કરશે.


