- બદલાયેલા વાતાવરણમાં પાવાગઢ બન્યું હિલ સ્ટેશન
- વહેલી સવારે માતાજીનું મંદિર ધૂમ્મસની ચાદરમાં લપેટાયું
- મનમોહક વાતાવરણની મોજ માણતા મુલાકાતીઓ
પંચમહાલમાં બદલાયેલા વાતાવરણમાં પાવાગઢ હિલ સ્ટેશન બન્યુ છે. જેમાં વહેલી સવારે માતાજીનું નિજ મંદિર ધુમ્મસની ચાદરમાં લપેટાયું હતુ. ત્યારે મનમોહક વાતાવરણની મોજ માણતા મુલાકાતીઓ નજરે પડ્યા છે. માત્ર મંદિર પરિસરમાં જ નહીં ડુંગરને ફરતે અને માર્ગો ઉપર ધુમ્મસ વાળુ ખુશનુમા વાતાવરણ જોવા મળ્યુ છે.
યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ ઉમટી
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ ઉમટી છે. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. પાવાગઢ મંદિરની આસપાસ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યો છે. ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે પાવાગઢ મંદિર પર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સહિત આસપાસના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડયા છે. માત્ર પાવાગઢનું મહાકાળી મંદિર જ નહીં પાવાગઢમાં તળેટીમાં આવેલા સ્થળો પર પણ લોકોનો ધસારો વધ્યો છે.

પગથિયા પણ ભક્તોથી ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે
પાવાગઢમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. જેના કારણે પહાડ પર ખૂબ જ નયનરમ્ય નજારાઓ જોવા મળે છે. ત્યારે માતાજીની ભક્તિ સાથે કુદરતી દ્રશ્યોનો પણ લ્હાવો મળે તે માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે. પાવાગઢમાં મંદિરની બંને તરફના પગથિયા પણ ભક્તોથી ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે.


