- ઠંડીમાં સવારે વોકિંગ કરવા જરૂર જવું જોઈએ
- વોકિંગથી મેટાબોલિઝમ, ફેટને ઓગાળવામાં મદદ મળે છે
- રજાઈમાં પડયા રહેવા કરતાં પગપાળા ચાલવા ઉપડી જાવ
પગપાળા ચાલવું અથવા વોક કરવું આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. શરીદની સિઝનમાં ઠંડી હવાને લીધે કસરત અથવા યોગ કરવામાં થોડી સમસ્યા થતી હોય છે. પરંતુ જો તમે સારા વિન્ટર ક્લોથ પહેરીને વોક કરશો તો આનાથી તમારા આરોગ્યને બેવડો લાભ થશે. તમે જો શિયાળામાં વોક કરવાનું વિચારી રહ્યો હોવ તો કેટલીક વાતોનો ખ્યાલ રાખશો. ઠંડીમાં સવારે જલ્દી ઊંઘ ખુલતી નથી. જો ખુલી પણ જતી હોય તો મન કરે છે કે કલાકો રજાઈમાં બેસી રહીએ. કસરત અથવા જિમ જવાનું બિલકુલ મન નથી થતું.
ઠંડીની સિઝનમાં ખૂબ ઝડપથી વજન વધે છે. એવામાં સવાલ એ થાય છે કે વજન કંટ્રોલ કરવા શરું કરીએ? સૌથી પહેલા તમારે એક કામ કરવાનું છે અને તે છે તમારે શિયાળાના સારા કપડાં પહેરીને એક લાંબી વોક કર નીકળી પડવું જોઈએ. કારણ કે આની સીધી અસર તમારા પેટના મેટાબોલિઝ્મ અને બ્રેઈન પર પડે છે. ઉપરાંત આનાથી લોહીના પરિભ્રમણ પર પણ પડે છે. જેથી તમારે ઠંડીમાં જરૂરથી ચાલવા જવું જોઈએ.
ઠંડીમાં વોક કરવાથી આરોગ્યને લઈને ખૂબ ફાયદો થતો હોચ છે. કારણ કે, તમારા હૃદયને હેલ્થી રાખે છે. માત્ર એટલું જ નહીં ઠંડીમાં વોક કરવાથી તમારું બ્લડ સર્કયુલેશન સારું રહે છે. આ સિવાય તમારા શરીરને ગરમ પણ રાખે છે. તમારી જાણકારી માટે કહીં દઈએ કે ઠંડીમાં વોકિંગ કરવાનો યોગ્ય સમય 8.30થી 9.30 વાગ્યાની વચ્ચેનો છે. આ સમય એકદમ બરાબર છે. કારણ કે આ સમયમાં વોક કરવાથી ઠંડી પણ લાગવાનો ડર નથી રહેતો. સાંજે પાંચથી છ વાગ્યાની વચ્ચે વોક કરવાથી શિયાળામાં ઠંડીની ઓછી શક્યતા રહે છે. ખૂબ ઠંડીમાં વોક કરવાથી પાછું નુકસાન પણ થઈ શકે છે.