મંદિર ટ્રસ્ટમાં ૨૬3 ગ્રામ સોનાનો હાર ગુપ્તદાનમાં મળ્યો
અગ્ર ગુજરાત, અંબાજી
યાત્રાધામ અંબાજીમાં દાનનો અનેરો મહિમા છે. ત્યારે જગત જનની માં અંબાના પ્રાગટ્ય દિવસ આસપાસ મંદિર ટ્રસ્ટને લાખો રૂપિયાના સોનાનું દાન ભેટ સ્વરૂપે મળ્યું છે. યાત્રાધામ અંબાજી ગુજરાતમાં સુવર્ણ શિખર ધરાવતું મંદિર છે. માં અંબાનો પ્રાગટ્ય દિવસ ભવ્યતાથી ઉજવાયો હતો તેવામાં અંબાજી મંદિર ટ્રસ્ટને 263 ગ્રામ સોનાનો હાર ગુપ્તદાન સ્વરૂપે મળ્યો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા આ સોનાના દાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત રાજકોટના એક શ્રદ્ધાળુએ રૂપિયા 33.13 લાખની કિંમતના સોનાનું દાન અર્પણ માં અંબાના ચરણોમાં અર્પણ કર્યું છે. યાત્રાધામ અંબાજીમાં વર્ષ દરમિયાન અનેક ભક્તો દર્શને આવે છે તેઓ યથાશક્તિ દાન ભેટ અર્પણ કરે છે.
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું યાત્રાધામ અંબાજી ભવ્યતાનું પ્રતીક છે. તથા ગુજરાતના મહત્વના યાત્રાધામોમાં તેનો સમાવેશ થાય છે. આ મંદિર દેવી સતીના 51 શક્તિપીઠ માંથી એક છે. બે દિવસ અગાઉ મંદિર ટ્રસ્ટને રૂપિયા 43.51 લાખના સોનાનો મુગટ દાનમાં મળ્યો હતો. આજે એક ભક્તે ગુપ્તદાન કર્યું હતું જેમાં 263 ગ્રામ સોનાના હારનું દાન કર્યું હતું.


