- રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું
- સૌથી ઓછુ 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયુ
- પાટનગર ગાંધીનગરમાં 16.6 ડિગ્રી તાપમાન
અમદાવાદ શહેરમા શિયાળાનો પ્રારંભ થયા બાદ પ્રથમવાર લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.3 ડિગ્રી નોંધાયો છે. આમ શહેરમાં માત્ર 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 6 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યનાં કુલ 9 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. સૌથી ઓછુ 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયુ છે.
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગત મુજબ, અમદાવાદ શહેરમાં ગઈકાલે શનિવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોધાયુ હતુ જે આજે ઘટીને 13.3 ડિગ્રી નોંધાયુ છે. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં 16.6 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 11.5 ડિગ્રી નોંધાયુ છે. ડીસામાં 15.4 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 12.6 ડિગ્રી નોંધાયુ છે. નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયુ હતુ જે ઘટીને 11 ડિગ્રી થઈ ગયું છે. આમ રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. જોકે આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડીનો વર્તારો થશે.


