- બેઠકમાં ધારાસભ્ય સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
- સર કારી લેણાની બાકી વસૂલાત તેજ કરવા કલેક્ટર ની કર્મીઓને ટકોર
- માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા વિવિધ કામોના પ્રશ્નો રજૂ થયા હતા
સુરેન્દ્રનગર શહેર ખાતેની જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં ધારાસભ્ય સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં થાન શહેર માં મુખ્ય 2 સ્તાઓ પર દબાણ દુર કરવા બાબતનો પ્રશ્ન ચર્ચાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે તથા જિલ્લાના વિવિધ સર કારી વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે દર માસે એકવાર જિલ્લા સંકલન સમિતિનું આયોજન કરાયુ છે. ત્યારે જાન્યુઆરી-2024 માસની જિલ્લા સંકલન સમિતિની બેઠક તા. 20મીએ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં જિલ્લા કલેકટર કે.સી.સંપત, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટર આર .કે.ઓઝા, ડીવાયએસપી એચ.પી.દોશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધ્રાંગધ્રાના ગાજણવાવ ખાતે સબ સેન્ટર નું કામ, આંગણવાડીના મકાન, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા વિવિધ કામોના પ્રશ્નો રજૂ થયા હતા.જયારે થાન નગર પાલિકા વિસ્તાર માં બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા દબાણો દુર કરવા, મૂળીના ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવા, નલ સે જલ યોજના પાઈપલાઈનની કામગીરી બાબતે ચર્ચા થઈ હતી. બીજી તરફ કલેકટરે વિવિધ કચેરીઓને સરકારી લેણાની બાકી વસુલાત તેજ કરવા, આર ટીઆઈની અરજીઓનો ત્વરિત નિકાલ કરવા, કર્મચારીઓના બાકી પેન્શન કેસો ઝડપથી પુરા કરવા જણાવ્યુ હતુ.


