- તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસાની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ
- આકાશમાંથી રુપિયાનો વરસાદ થશે એવું કહીને યુવતીને ભોળવી
- સાગર અને તેના સાગરિતો સહિત કુલ 5 લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ
ગુજરાતમાં વારંવાર અંધશ્રદ્ધામાં ભોળવતા ભુવાના કાંડો દિવસેને દિવસે બહાર આવી રહ્યા છે. અનેક ચેતવણીઓ છતાં પણ લોકો આવા ઢોંગીની જાળમા ફસાઈને જીવન બર્બાદ કરતાં હોય છે. આવી જ ઘટના જુનાગઢના કેશોદમાં આવેલા મેસવાણ ગામની ચકચારી ઘટના સામે આવી છે. યુવતી પર તાંત્રિક વિધિના નામે ભુવાએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલે ચક્રોગતિમાન કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
કેશોદના મેસવાણ ગામમાં સાગર ભૂવા અને તેના સાગરીતોએ ફેજલ, વિજય, નારણ અને સિકંદરે આકાશમાંથી પૈસા ખરશે તેવા બહાને એક યુવતીને ફસાવી હતી અને તેને સીમમા લઈ ગયા હતા જ્યાં ભૂવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી, બાદમાં તકનો લાભ લઇને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ હતુ.
સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા યુવતીએ તાંત્રિક વિધિ કરનારો સાગર અને તેના સાગરિતો સહિત કુલ 5 લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ પાંચેયો લોકો વિરૂદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક-ધમકી સહિતની ફરિયાદ આપી છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પીડિતાએ વર્ણવી આખી હકીકત
સમગ્ર ઘટના મામલે પીડિતાએ જણાવ્યું હતું કે, હું કેટર્સમાં કામ કરું છું. જેના કામથી હું દિવ ગઈ હતી. અહીં ભૂવાના સાગરિત તેજલ નામના યુવાન સાથે સંપર્કમાં આવી હતી અને તેની સાથે પ્રેમમાં પડી હતી, એક દિવસ તેજલ તેને કહ્યું કે મારા ધ્યાનમાં એક ભૂવા છે જે આકાશમાં પૈસાનો વરસાદ કરે છે, યુવતીએ વિશ્વાસ ન આવતાં પ્રેમી તેને ભૂવાજી પાસે એક વાડીમાં આવેલી ઓરડીમાં તાંત્રિક વિધિ માટે લઈ ગયો હતો.પીડિતાએ કહ્યું, અહીં પહેલાથી જ એક યુવતી હાજર હતી, જેના પર તાંત્રિક સાગર ભૂવાજી વિધિ કરતા હતા. જોકે તેને એમ કહી દીધું કે, તારા પર માતાજી કોપાયમાન છે, તારું કામ નહીં થાય એમ કહીને તેને ત્યાંથી કાઢી મૂકી. બાદમાં પીડિતાને ત્યાં નારિયેળ પર બેસાડી અને વિધિ શરૂ કરી અને કહ્યું કે, આ નારિયેળ ફરવા લાગશે. બાદમાં તેને ત્યાંથી એક રૂમમાં લઈ ગયા અને ભૂવાજીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેના સાગરિતોએ પણ દુષ્કર્મ આચર્યું અને યુવતીને ધમકી આપી હતી. જોકે યુવતીની ફરિયાદ બાદ ભૂવાજી અને તેના સાગરિતોનો ભાંડો ફૂટી ગયો હતો.
વિધિના નામે ભૂવાએ આચર્યું દુષ્કર્મ
જૂનાગઢના કેશોદ નજીક મેસવાણ ગામની એક યુવતીને પૈસાની જરૂરિયાત હોવાથી યુવતી ભૂવાની વાતમાં આવી હતી અને ભૂવો કહે તેમ કરવા તૈયાર થઈ ગઈ હતી. બાદમાં યુવતીને તાંત્રિક વિધિના બહારને વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ભૂવા તથા તેના સાગરિતોએ વારા ફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પીડિતાએ ભૂવા સાગર,ફેજલ,વિજય,નારણ અને સિકંદર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ તેજ કરી છે.


