મંગળવારે ભુકંપના સમાચારથી ભયનો માહોલ છે. વિનાશકારી ભૂકંપથી તિબેટમાં અત્યાર સુધી 53 લોકોના મોત નિપજ્યા છે. આ અચાનક આફતનો સામનો કરવો પણ મુશ્કેલ બની જાય છે. માત્ર થોડી મિનિટો સુધી ચાલતા ધરતીકંપ આપણા સમગ્ર વિશ્વને બદલી નાખે છે. આજે અમે તમને એવા 5 સૌથી ખતરનાક ભૂકંપ વિશે જણાવીશું, જેણે લાખો લોકોના જીવનને તબાહ કરી નાખ્યું.
25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં વિનાશકારી ભૂકંપ આવેલો
8.1ની તિવ્રતાના આ ભૂકંપે ભયાનક વિનાશ વેર્યો હતો. નેપાળનું કાઠમાંડુ હતું નહોતું થઇ ગયું. પશુપતિનાથ મંદિનો એ ભાયનક મંજર આજે આવેલા ભૂકંપના કારણે ફરી આખો સામે તરવા લાગ્યું. 2015નો એ ભૂકંપ એટલો ભયાનક હતો કે નેપાળ, ભારત, ચીન અને બાંગ્લાદેશના દેશોમાં 8,962 લોકો માર્યા ગયા અને 21,952 ઘાયલ થયા હતા
ધરતીકંપને કારણે માઉન્ટ એવરેસ્ટ પર હિમપ્રપાત થયો , જેમાં 22 લોકો માર્યા ગયા
લેંગટાંગ ખીણમાં બીજો મોટો હિમપ્રપાત થયો, જ્યાં 250 લોકો ગુમ થયા. કચ્છની જેમ જ નેપાળમાં પણ ઘણા જિલ્લાઓમાં આખે આખા ગામડાઓ સાફ થઇ ગયા. ચાંગુ નારાયણ મંદિર, બૌધનાથ સ્તૂપ અને સંત સ્વયંનાથ સહિત કેટલીક સદીઓ જૂની ઇમારતો કાઠમંડુ ખીણમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પર નાશ પામી જેમાં પશુપતિનાથના 18 મી સદીમાં બનેલા મીનાર ધરાશાયી થતા તેના કાટમાંથી 250થી વધુ લાશો મળી હતી
8 મે 2015 સુધીના આંકડા મુજબ નેપાળમાં 8 હજારથી વધુ લોકોના મોત થયા. પણ નેપાળના તત્કાલિન વડાપ્રધાન સુશીલ કોઈરાલાએ દાવો કર્યો હતો કે નેપાળમાં લગભગ 10,000 લોકોના મોત થયા છે.
દક્ષિણ ચિલી
વર્ષ 1960માં દક્ષિણ ચિલીના વાલ્ડિવિયા શહેરમાં અહીંના લોકોએ ખૂબ જ ભયાનક દ્રશ્ય જોયું હતું. અહીં એટલો ખતરનાક ભૂકંપ આવ્યો કે આખું શહેર તબાહ થઈ ગયું. તે સમયે ભૂકંપની તીવ્રતા 9.5 માપવામાં આવી હતી. માત્ર 10 મિનિટમાં આખું શહેર ખંડેર બની ગયું હતું.
અમેરિકા
1964માં અલાસ્કામાં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો ભયંકર હતો કે ઘણા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ ભૂકંપ દરમિયાન અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. થોડીવારના આ ભૂકંપે બધું તબાહ કરી નાખ્યું હતું.
ગુજરાત
ભારતના ગુજરાત રાજ્યમાં વર્ષ 2001માં ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ દરમિયાન 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. એટલું જ નહીં અનેક લોકો ઘાયલ થયા હતા.
દક્ષિણ પશ્ચિમ હૈતી
2010 માં, 7.1 ની તીવ્રતાના વિશાળ ભૂકંપથી રાજધાનીને સંપૂર્ણપણે નાશ પામી હતી. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ જોવા મળ્યા હતા. ભૂકંપના આંચકા દિવસભર જ નહીં પણ મોડી રાત્રે પણ અનુભવાયા હતા.
પાકિસ્તાન
વર્ષ 2005 પાકિસ્તાનના લોકો ક્યારેય નહી ભૂલે. આ સમયગાળા દરમિયાન ભૂકંપે હજારો નિર્દોષ લોકોના જીવ લીધા. અહીં ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં લગભગ 75 હજાર લોકોના મોત થયા હતા.


