- મહિલાઓમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવા સાડી રન યોજાઈ
- મહિલાઓ કંઇ પણ કરી શકે છે તેવો સમાજને મેસેજ અપાયો
- 9 વિજેતા મહિલા દોડવીર વિજેતાઓને ઇનામ એનાયત કરાયાં
વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાદ પહેલાં રવિવારે એટલે કે આજે મહિલાઓએ 3 કિમીની સાડી રનનું આયોજન કર્યું હતું. જેમાં 280 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.ગોત્રી-સેવાસી રોડ પર આવેલા ડિકેથલોનથી રન શરૂ થઇ હતી અને ડિકેથલોન ખાતે પૂર્ણ થઈ હતી. આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને 11 વર્ષથી બાળકીથી લઇ 66 વર્ષની એક મહિલાઓએ ભાગ લીધો હતો.
મહિલાઓ માટે સાડી આઉટફીટ
મહિલાઓ ઢોલ-નગારાના ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરી હતી. આયોજક પ્રિયંકા કપૂરે જણાવ્યું હતું કે, સાડીએ ખૂબ સુંદર આઉટફિટ છે અને ભારતીય મહિલાઓ તેને પહેરે તો ખૂબ જ સુંદર દેખાય છે. અમે આજે ફિટનેસને પ્રમોટ કરીએ છીએ. અમે આજે મેસેજ આપ્યો છે કે, કસરત કરવા માટે કપડાં શું પહેરો છે, તેનાથી કોઇ ફરક પડતો નથી. અમે આજે મહિલાઓને સાડીના ડ્રેસ કોડ સાથે રનનું આયોજન કર્યું હતું અને તે ખૂબ જ સફળ રહ્યું છે. મોમ્સ ઓફ વડોદરા સોશિયલ મીડિયા ગ્રુપ ચલાવીએ છીએ. જેમાં વડોદરાની માતાઓ ઓનલાઇન જોડાયલી છે. આ મહિલાઓ ઓનલાઇન એક્ટિવટીમાં ભાગ લે છે.
મહિલાઓને સંદેશો
વડોદરામાં મહિલાઓએ ફિટનેસને પ્રોત્સાહન આપવા તથા માસિક સ્રાવની સ્વચ્છતા જાગૃતિ માટે લાલ સાડીમાં દોડ લગાવી હતી. વિવિધ ઉંમરની 280 થી વધુ મહિલાઓએ દોડ લગાવી હતી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા અને મહિલાઓમાં તેમની શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવા માટે વડોદરાની માતાઓ દ્વારા લાલ સાડી રનનું આયોજન કરવામાં આવ્યું.
સ્ત્રીઓ પણ કંઈ કરી શકે છે
MOV ના સ્થાપક અને સાડી રનના પ્રણેતા પ્રિયંકા કપૂરે જણાવ્યું કે, મહિલાઓ અને ખાસ કરીને માતાઓમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે, MOV દરેક મહિલા દિવસે સાડી રનનું આયોજન કરે છે. આ દોડના આયોજનનું કારણ માતાઓમાં ફિટનેસને પ્રોત્સાહન આપવાનું અને માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનું છે. સાડી દરેક મહિલાઓ માટે સુંદર પોશાક છે અને આ દોડ દરેક માતાને સમર્પિત છે જે વર્જિતોને તોડવા માંગે છે અને વિશ્વને બતાવવા માંગે છે કે સ્ત્રીઓ કંઈપણ કરી શકે છે.


