- હૂંફાળા પાણીની મદદથી બનાવો લીંબુ પાણી
- ઈમ્યુનિટી બનશે મજબૂત અને ફેટ ઘટશે
- શરદી-ખાંસી, ગળામાં ખરાશથી મળશે રાહત
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે સીઝન ઠંડી થઈ છે. આ સીઝનમાં લોકો સવારે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. શિયાળામાં પણ લીંબુ પાણીની સાથે દિવસની શરૂઆત કરવાનું હેલ્થને માટે લાભદાયી સાબિત થઈ શકે છે. તેનાથી લોકોની ઈમ્યુનિટી મજબૂત બને છે અને શરદી અને ખાંસીનો ખતરો દૂર થાય છે. શિયાળામાં લીંબુ પાણી પીવાના ફાયદા જાણી લેવા જરૂરી છે.
બદલાતી સીઝનમાં પીણામાં ફેરફાર પણ જરૂરી
ઉત્તર ભારતમાં હાલમાં સીઝન જલ્દી બદલાઈ રહી છે અને તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે. આવનારા અઠવાડિયામાં સીઝન ઠંડી થશે. બદલાતી સીઝનમાં લોકો શરદી-ખાંસી, ગળામાં ખરાશ અને તાવની ઝપેટમાં આવી જાય છે. તો અનેક લોકો દિવસની શરૂઆત ચા કે કોફી સાથે કરે છે. ચા શરદીથી રાહત આપે છે અને ફ્રેશ ફીલ કરાવે છે. પરંતુ આ આ બંનેમાં કેફીન હોય છે જે લોકોને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તેનું વધારે સેવન નુકસાન પણ કરાવે છે. એવામાં તમે તેને બદલે સવારમાં લીંબુ પાણીનું સેવન કરશો તો તમને અનેક ફાયદા મળી શકે છે. તો જાણો કેવી રીતે પીવું.
લીંબુમાં વિટામિન સીનો ભંડાર
લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેનાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. લીંબુનું સેવન દરેક સીઝનમાં ફાયદારૂપ હોય છે. સીઝન ઠંડી હોય તો તમે તેના સેવનની રીત બદલી શકો છો. લીંબુની તાસીર ઠંડી હોય છે માટે શિયાળામાં લોકો તેને હૂંફાળા પાણીમાં પીવાનું પસંદ કરે છે.
દિવસમાં 2 વાર પીઓ લીંબુ પાણી
શિયાળામાં દિવસની શરૂઆત લીંબુ પાણી સાથે કરી શકાય છે. દિવસમાં 2 વાર લીંબુ પાણી પીવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે અને શરદી અને ખાંસીની સાથે ગળામાં ખરાશથી પણ રાહત મળે છે. સવારમાં લીંબુ પાણી પીવાથી શરીરના ટોક્સિક એલીમેન્ટ્સ બહાર નીકળે છે અને શરીરમાં ફેટ ઘટે છે. વેટ લોસ કરવામાં લીંબુ પાણી ફાયદારૂપ સાબિત થાય છે.
ઈમ્યુનિટી મજબૂત થશે, મેટાબોલિઝમ સુધરશે
શિયાળામાં લીંબુ પાણી પીવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. લીંબુને ભોજનમાં નાંખીને પણ ખાઈ શકાય છે. તેનાથી શરીરને ફાયદો થાય છે. જે લોકોને લીંબુથી એનર્જી છે તેઓએ તેનું સેવન કરવું નહીં. તમે ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ અનુસાર કામ કરી શકો છો.