- શિયાળામાં ઠંડીથી બચાવા લોકો મોજા પહેરે છે
- મોજા પહેરીને સુવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ પડે છે
- તમારી ઇન્દ્રિયોને નુકશાન થાય છે
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીમાં પોતાને ગરમ રાખવા માટે લોકો વિવિધ કીમિયા કરતા હોય છે. શિયાળામાં પોતાને ઠંડીથી બચાવવા માટે લોકો ગરમ કપડા પહેરે છે તથા જેમ બને તેમ વધુ શરીરને ઢાંકી રાખે છે. લોકો ગરમ કપડા સાથે હાથ – પગના મોજા પહેરી રાખે છે જેથી ઠંડી ઓછી લાગે. ઘણી વખત એવું બને છે કે રાત્રે સુતી વખતે ધાબળો કે રજાઇમાં ઢંકાયેલા હોવા છતાં પગ ઠંડા રહી જતા હોય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો મોજા પહેરીને પોતાને ઠંડીથી બચાવવાનો પ્રયાસ કરે છે અને ધીમે ધીમે મોજાં પહેરીને સૂવું તેમની આદત બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે મોજા પહેરીને સુવુ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. આવો જાણીએ શિયાળાની ઋતુમાં રાત્રે મોજાં પહેરીને સૂવાથી શું નુકસાન થાય છે.
ગંભીર બિમારીઓનો ખતરો
રાત્રે સુતી વખતે વખતે પગમાં મોજા પહેરીને સુવાથી ઘણી ગંભીર બિમારીઓનો શિકાર બની શકો છો. ડોક્ટરો પણ રાત્રે સુતી વખતે મોજા ના પહેરવાની સલાહ આપે છે. લોકો મોજા પોતાને ઠંડીથી બચાવવા પહેરે છે પરંતું તેના લીધે થતા નુકશાનને ધ્યાનમાં લેતા નથી.
રક્ત પરિભ્રમણને અસર
નિષ્ણાતોના મતે રાત્રે સૂતી વખતે મોજાં પહેરવાથી રક્ત પરિભ્રમણને અસર થાય છે. નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા અનેક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી મોજાં પહેરે છે, તેમના જ્ઞાનતંતુઓ પર દબાણ પડે છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો ભોગ બનતા હોય છે. આનાથી શરીરમાં વધુ પડતી જ ગરમી પેદા થઈ શકે છે જેનાથી તમારી ઇન્દ્રિયોને નુકશાન થાય છે.
ચેપની સંભાવના
ઘણા લોકો આખી રાત પહેરેલા મોજાં પહેરીને સૂઈ જાય છે, જેનાથી પગમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેથી લાંબા સમય સુધી મોજા પહેરવાનું ટાળવું જોઈએ.
અનિદ્રાની સમસ્યા
ઘણી વખત, લાંબા સમય સુધી મોજાં પહેરીને સૂવાથી અનિદ્રા અને બેચેની થાય છે. આનું કારણ ટાઇટ મોજા છે, જે અસ્વસ્થતાનું કારણ બને છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.
હાર્ટની સમસ્યાઓ
રાત્રે સૂતી વખતે મોજાં પહેરવાથી હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચુસ્ત મોજાંને કારણે પગની નસોમાં દબાણ વધી જાય છે અને હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરી શકતું નથી. તેથી રાત્રે સૂતી વખતે મોજાં પહેરવાનું ટાળવું જોઈએ.