- તાનિયા સીંગ નામની મોડેલે કર્યો આપઘાત
- આપઘાત પાછળનુ કારણ અકબંધ
- પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો
તાજેતરમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. આ અંગેની માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં રહેતી તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ અંગેની માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એલિગન્સ રેસિડેન્સી ખાતે 28 વર્ષીય તાન્યા ભવાની સિંગ પરિવાર સાથે રહેતી હતી. તાન્યાના પિતા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તાન્યાને અન્ય એક ભાઈ છે.
જ્યારે ઘટના અંગે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છેકે, મૃતક યુવતી મોડલ તરીકે કામ કરતી હતી. હાલ મોડલના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે.તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં મોડલ તરીકે કામ કરતી હતી. ગત રોજ રાત્રે તાન્યા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાતે તાન્યાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.
સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઊઠ્યા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. તેમજ તાન્યાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


