- પાંજરાપોળમાં 1160 પશુઓ આશરો લઈ રહ્યાં છે
- પ્રાણીઓ તથા પશુઓ આશરો લઈ રહ્યા છે
- અતિથિ વિશેષ તરીકે લાયન્સ પૂર્વ ગવર્નર પુનિત ભટ્ટે સંપન્ન
કપડવંજ તાલુકામાં એકમાત્ર આશરે 150 વર્ષ ઉપરાંત જૂની શેઠ મીઠાલાલ ગુલાબચંદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખાંડાઢોરની પાંજરાપોળ સંકુલમાં 1500 ઉપરાંત પક્ષીઓ રહી શકે તેવા નવીન પક્ષીઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પાંજરાપોળમાં અંદાજિત 1160 ઉપરાંત વિવિધ પ્રકારના પ્રાણીઓ તથા પશુઓ આશરો લઈ રહ્યા છે. નવીન પક્ષીઘરના નિર્માણમાં સીએ પાર્થ તથા બ્રિંદા શાહ,પ્રીતિ, જીગર શાહ,ગુણવંતીબેન-ગોપાલભાઈ શાહ સી.એ. દ્વારા માતૃશ્રી સ્વ.સોનાબેન તથા પિતાશ્રી સ્વ ઈશ્વરલાલ વાસણવાળા, કપડવંજની સ્મૃતિમાં આ છ મઝલાવાળા પક્ષીઘરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું સંસ્થાના સંચાલકોએ જણાવ્યું હતું.આ નવનિર્મિત પક્ષી ઘરનું સોનાબા પક્ષીઘરના નામાભિમાન સાથે પ્રોફેસર જીતેન્દ્ર આર.જોશીના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેઓએ શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક ટાંકીને પરોપકારી જીવન જીવવા તેમજ ગૌહત્યા બંધ કરવા માટે સૂચનો કર્યા હતા.જ્યારે અતિથિ વિશેષ તરીકે લાયન્સ પૂર્વ ગવર્નર પુનિત ભટ્ટે સંપન્ન કરેલી લક્ષ્મીનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પાલિકા સદસ્યો અલ્પેશ પંડયા તથા સ્નેહા પ્રતિક ઓઝા,વિદ્યાર્થી સંઘના જગદીશ ચોક્સી,લાયન્સ ડિસ્ટ્રિક્ટ ચેરમેન કીર્તન પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


