- વિવિધ પ્રકારે કરો અળસીના બીજનું સેવન
- સાઈટ્રસ ફૂડ્સ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડશે
- દાળ- બીન્સ-મેથીનું સેવન કરશે મદદ
કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ સૌથી પહેલા હાર્ટ સંબંધી મુશ્કેલી વધે છે અને તેની ચિંતા રહે તે સ્વાભાવિક છે. હાલમાં રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. પરંતુ જો સમયસર તેને કંટ્રોલમાં રાખી લેવામાં આવે તો હાર્ટ સંબંધી બીમારી ઘટે છે. તમે જાતે જ કેટલાક ખાસ ફૂડ્સની મદદથી તેને ઘટાડી શકો છો. તો જાણો શું ખાવું.
શું છે કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ લીવરથી બનતો એવો પદાર્થ છે જે વેક્સ જેવો હોય છે અને તેનું વધવું હાર્ટ માટે ખતરો બને છે. બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલનું બેલેન્સ બગડવાથી એચડીએલ કે એલડીએલની સ્થિતિમાં હાર્ટની બીમારીની શક્યતા વધી જાય છે. હાઈ કોલેસ્ટ્રોલના પ્રાકૃતિક ઉપચારમાં ખાદ્ય પદાર્થોનું સેવન લાભદાયી માનવામાં આવે છે.
અળસીના બીજ
તેને સુપર ફૂડ માનવામાં આવે છે કેમકે તેમાં અનેક પૌષ્ટિક ગુણ હોય છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે અને સાથે હાર્ટ માટે તેને સારા માનવામાં આવે છે. શરીરની અનેક ગંભીર બીમારીની સામે લડવામાં પણ તે લાભદાયી છે. તેનું સેવન અનેક રીતે કરાય છે જેમકે શેકીને, પાવડરના રૂપમાં કે તેલના રૂપમાં. સવારે ખાલી પેટે અળસીના બીજનો પાવડર પાણી સાથે પીવાથી લાભ થશે.
ઓટ્સ
તેમાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર યુક્ત પદાર્થ હોય છે. તેનું સેવન વેટ લોસથી લઈને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પ્રભાવી મનાય છે. આ હાર્ટના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં અનેક પૌષ્ટિક ગુણ છે જે સ્વાસ્થ્યને માટે સારા રહે છે. તો ડાયટમાં તેને સામેલ કરો.
લીંબુ
સાઈટ્રસ ફૂડ્સમાં અનેક એવા ફાઈબર છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. વિટામિન સી બ્લડ વેસલ્સને ક્લીન કરવાનું કામ કરે છે. આ સિવાય તેમાં એન્જાઈમ્સ મેટાબોલિઝમ પણ વધેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાઈટ્રસ ફ્રૂટ્સ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. તેમાં તમે લીંબુ અને દ્રાક્ષ સિવાય આમળાનું સેવન પણ કરી શકો છો.
મેથી
તેના સેવનથી બ્લડમાં ટ્રાઈગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેમાં અનેક એવા ગુણ છે જે ગેલેક્ટોમેન્નન, એન્ટીઓક્સીડન્ટ્સ અને વિટામિન સી. તમે મેથીનું સેવન અનેક રીતે કરી શકો છો. જેમકે મેથીનો પાવડર કે તેનું પાણી પણ.
નટ્સ
વધેલા કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો નટ્સનું સેવન લાભદાયી રહેશે. તેમાં રહેલા ના ઓમેગા -3 ફેટી એસિડ અને વિટામિન ઈ હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેને પાવડર રૂપમાં લઈ શકાય છે.
પાલક
પાલકના પાનમાં રહેલું લ્યુટિન કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સાથે એન્ટી ઓક્સીડન્ટ્નું પ્રમાણ તેમાં વધારે હોય છે. જે અનેક ગંભીર બીમારીથી બચવામાં પણ મદદ કરે છે.
દાળ અને બીન્સ
કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે દાળ અને બીન્સ પણ ફાયદારૂપ માનવામાં આવે છે. હાઈ પ્રોટીનની સાથે ફાઈબરનું પ્રમાણ પણ વધારે રહે છે. તેમાં રાજમા, વટાણા અને દાળનો સમાવેશ કરી શકાય છે. હાઈ કોલેસ્ટ્રોલ રહે તો ડોક્ટરને મળવાની જરૂરિયાત છે. સાથે ઘરેલૂ ઉપચારથી પણ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ મળી રહે છે.