- 20થી વધુ લોકેશન પર 150 અધિકારીઓની તપાસ
- દરોડામાં બિનહિસાબી દસ્તાવેજો અને રોકડ મળી
- તપાસમાં હિસાબી સાહિત્ય અને ડિજિટલ પુરાવા મળ્યા
રાજ્યમાં આવકવેરા વિભાગના સતત બીજા દિવસે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં અમદાવાદના અવિરત ગ્રુપ અને શિપ્રમ ગ્રુપને ત્યાં આવકવેરાનું સર્ચ ઓપરેશન થઇ રહ્યુ છે. તેમજ બિલ્ડર્સના ઘર,ઓફિસ સહિત સંકલિત વ્યક્તિઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની ટીમે મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.
આ ઉપરાંત અત્યાર સુધીની તપાસ બાદ મોટાપાયે બેનામી સંપત્તિ બહાર આવે તેવી શક્યતા છે.તેમજ ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમોએ તપાસ શરુ કરી છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલ સહિતના બિલ્ડર્સના ઘર અને ઓફિસ સહિતના સ્થળોએ તપાસ ચાલી રહી છે.
હાલમાં આવકવેરા વિભાગના 150થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઈનપુટ મળ્યા હતા. જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શક્યતા છે.


