- ભેજાબાજે રિવોર્ડ પોઈન્ટ એનકેશ કરાવવાના નામે પૈસા પડાવ્યા
- IT ઇન્સ્પેક્ટર રવિન્દ્ર કુમારે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ
- રિવોર્ડ પોઇન્ટના 4599 રૂપિયા એનકેશ કરવા જણાવાયુ હતું
વડોદરામાં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સાથે રૂપિયા 1.98 લાખની ઠગાઈ થઇ છે. જેમાં ભેજાબાજે રિવોર્ડ પોઈન્ટ એનકેશ કરાવવાના નામ પૈસા પડાવ્યા છે. IT ઇન્સ્પેક્ટર રવિન્દ્ર કુમારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ઓક્ટોબર મહિનામાં તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. તેમાં રિવોર્ડ પોઇન્ટના 4599 રૂપિયા એનકેશ કરવા જણાવાયુ હતું.
લિંક ઉપર ક્લિક કરતા જ બેન્ક જેવું પેજ ખુલ્યું હતું
મુદત આજે પૂર્ણ થવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. લિંક ઉપર ક્લિક કરતા જ બેન્ક જેવું પેજ ખુલ્યું હતું. ડિટેલ ભરતા રૂ. 49,800ના 4 ટ્રાન્જેક્શન થયા હતા. જેમાં સાયબર ક્રાઈમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. HDFC કાર્ડમાં એનેકેશ કરવા માટે મુદત આજે પૂર્ણ થવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું.
સાઇબર ક્રાઇમે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મેસેજમાં આવેલ લિંક ઉપર ક્લિક કરતા જ એચડીએફસી જેવું ખુલ્યું હતું. રવિન્દ્ર કુમારને વિશ્વાસ પડતા પેજમાં ક્રેડિટકાર્ડની ડિટેલ ભરી હતી. જેમાં ડિટેલ ભરતાની સાથે ગણતરીની મિનિટોમાં જ 49,800 ના ચાર ટ્રાન્જેક્શન થયા હતા. સાઇબર ક્રાઇમે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


