ગોવાની એક હોટલના ઇવેન્ટ મામલે વિજય પ્લોટમાં આ કંપનીના ડિરેકટરો અભિષેક કામાણી, દેવેન્દ્ર દવે, દિપક કામાણી, પ્રિસિલા દિપક કામાણી ઉપર કાર્યવાહી
રાજકોટના વિજય પ્લોટ શેરી નં.16માં આવેલ સ્પાર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપર આજે સવારે આવકવેરા ખાતું ત્રાટક્યું હતું. આવકવેરા ખાતાએ કંપનીના જુદા-જુદા ડિરેકટરો ઉપર આર્થિક વ્યવહારોની તપાસ કરી હતી. સવારમાં જ રાજકોટમાં આ એકમ ઉપર તપાસ થતાં વેપાર ઉદ્યોગ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગત મુજબ ગોવાની જ્યુરીક હોટલમાં કોઈ ઇવેન્ટના મામલે આર્થિક લેવડ દેવડમાં ગોવા આવકવેરા ખાતાની તપાસ રાજકોટ સુધી પહોંચી હતી.
સ્પાર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે આજે સવારે આવકવેરા ખાતાએ તપાસ શરૂ કરી હતી. તેમાં કંપનીના ડિરેકટરો અભિષેક કામાણી, દેવેન્દ્ર દવે, દિપક કામાણી, પ્રિસિલા દિપક કામાણી વગેરેના આર્થિક વ્યવહારોની તપાસ શરૂ કરી હતી. જો કે આવક વેરા વિભાગે હજુ કોઈ વિગતો જાહેર કરી નથી પરંતુ આ કંપનીના ડિરેકટરો ઇવેન્ટ કંપની સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.