- છેલ્લા 14 કલાકથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
- મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળ્યાની ચર્ચા
- પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્ષની ટીમે છાપો માર્યો
ખેડા, નડિયાદ અને આણંદમાં IT દરોડા પડ્યા છે. જેમાં નડિયાદમાં મસાલાના વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પડ્યા છે. તેમાં 25 સ્થળો પર IT નું સર્ચ ઓપરેશન યથાવત છે. તપાસના અંતે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે. તથા ડભાણ રોડ પર એશિયન ઈન્ડસ્ટ્રીમાં ITના દરોડા પડ્યા છે.
આણંદમાં રાધે જ્વેલર્સમાં ITનાં દરોડા પડ્યા
આણંદમાં રાધે જ્વેલર્સમાં ITનાં દરોડા પડ્યા છે. જેમાં ઇન્કમટેક્ષની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. છેલ્લા 14 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળ્યાની ચર્ચા છે. તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્ષની ટીમે છાપો માર્યો છે. ગુજરાતના ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન શરૂ થયુ છે. તેમનાં ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. જેમાં નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતું એશિયન ગ્રુપ ઝપટે આવ્યું છે.
આણંદના નારાયણ ગ્રુપ ઉપર પણ દરોડા પડ્યા
એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ ઉપર પણ દરોડા પડ્યા છે. જેમાં નારાયણ ગ્રુપ રીયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલું છે. બંને ગ્રુપમાં મળી 25 સ્થળો ઉપર ઇન્કમટેક્સની દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સુરત ઇન્કમટેક્સ વિભાગનું ઓપરેશન છે તેમાં તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.


