આગામી દિવસોમાં પ્રધાન મંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે વિવિધ કામોનું લોકાર્પણ થવાનું છે. જેમાં રાજકોટમાં એઇમ્સ અને અટલ સરોવરનું લોકાર્પણ થવાનું હતું. પરંતુ તંત્રની ઢીલી કામગીરીના કારણે અટલ સરોવરનું કામ હજૂ અધૂરું છે. જેના કારણે હવે પ્રધાનમંત્રી મોદી અટલ સરોવરનું લોકાર્પણ નહીં કરે તેવું રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ નિવેદન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના હસ્તે એઇમ્સની સાથોસાથ અટલ સરોવર પણ લોકાર્પણ થવાનું હતું જેની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ જાહેરત કરવામાં હતી પરંતું અધૂરું કામ હોવાથી હવે મનપાએ પલટી મારી છે અને મનપા સ્ટે. કમિટી ચેરમેને કહ્યું છે કે સ્માર્ટ સીટી પ્રોજેકટના અટલ સરોવરનું કામ પૂર્ણ કરવાનો સમય 30 જૂન સુધીનો હતો. કામ અધૂરું હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ સરોવરનું લોકાર્પણ નહીં કરવામાં આવે.