- કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ખતરનાક સ્ટેજમાં નથી
- માસ્ક પહેરવું, હાથ ધોતા રહેવું કોરોનાથી બચવાનો ઉપાય
- કોરોનાનો નવો વેરિયન્ટ જેએન.1 ઝડપથી ફેલાઈ રહ્યો છે
કોરોના વાયરસનો ડર હજી લોકોને મનમાંથી ઉતર્યો નથી ત્યાં એક નવા વેરિયન્ટનું આગમન થઈ ગયું છે. કોરોના મહામારીએ સૌને ખરાબ રીતે અસર કરી હતી. કોરોનાથી લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો. અર્થવ્યવસ્થા ઠપ થઈ હતી.લોકોને ઘરમાં કેદ થવું પડયું હતું. જ્યારે સ્થિતિ સામાન્ય થઈ તેવામાં કેરળમાં કોરોનાનો એક નવા કેરિયન્ટ મળ્યું છે. આનાથી લોકોમાં ફરીથી મુશ્કેલી વધી ગઈ છે. આ નવા વેરિયન્ટને જેએન.1 કહેવામાં આવે છે. આના કેસ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. અનેક લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. કેટલાકની મોત પણ થઈ ગયા છે.
કોરોના વાયરસના નવા વેરિયન્ટ જેએન.1થી ચેપગ્રસ્ત લોકોમાં કેટલાક સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે. આ લક્ષણોમાં ખાંસી, તાવ, શરદી, ગળામાં બળતરા અને શરીરમાં દર્દ મુખ્ય લક્ષણ છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે. પરંતુ તબીબોને કહેવું છે કે હાલ આ નવા વેરિયન્ટથી ગંભીર બીમારી થવાથી મોતનો ખતરો નથી. છતાં આપણે સૌને સાવધાની રાખવાની જરૂર છે. માસ્ક પહેરવાનું, ભીડથી બચવાનું અને હાથ સારી રીતે ધોતા રહેવાનું આ તમામનો અમલ ખૂબ જરૂરી છે.
મોતનું કારણ શું?
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ જેએન.1 હજી ચિંતાનો વિષય નથી. તબીબોનું કહેવું છે કે, જે લોકોનાં મોત થયા છે, તેઓને પહેલાથી કોઈ બીજી બીમારી જેમ કે હાર્ટની બીમારી, કૅન્સર, કિડનીની બીમારી હતી. પહેલાથી વધુ નબળા હતા. કેરળમાં વૃદ્ધાનું મોત નવા વેરિયન્ટથી પ્રથમ મોત થયું હતું. આ મહિનાને ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા ઉપરરાંત કોવિડ-19નો પણ ચેપ લાગ્યો હતો. બે દિવસ અગાઉ થયેલા મોતમાં ત્રણ લોકો વૃદ્ધ હતા. આ તમામ લોકો અન્ય બીમારીઓથી પીડિત હતા. જેથી આ વાયરસનો ચેપ ગંભીર રૂપથી પ્રભાવિત થઈ શકે છે.